વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોફી


"આ લે દીકરા, આ કોફી પી લે અને પરીક્ષાની તૈયારી કર. કોફી પીવાથી મન-મગજ ખીલે છે. જો,  તારી બોર્ડની પરીક્ષા માટે મેં પૂરા ત્રણ મહીનાની રજા લીધી છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે ફક્ત એટલું જ કહેજે કે  'મમ્મી, એક કપ કોફી !' હું દોડતી લાવીશ તારા માટે ! "

    દીકરાને એક વિચાર આવતા એ ધ્રુજી ગયો કે હવે આ પરીક્ષાનું જે રીઝલ્ટ આવશે એ 'કોફીની અસરનું હશે કે મમ્મીના પ્રેમનું ? આમ કહી પોતે લખેલી એક ચિઠ્ઠીનો ચુંથો વાળ્યો અને કોફીનો ઘુંટડો ગળે જ અટકી ગયો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ