વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આંચકો

ઉદય પર આજે અચાનક પસ્તાળ પડી! પ્રિય પત્ની સંધ્યા અચાનક ટૂંકી બિમારી ભોગવી નવજાત આયુષને મુકી ચાલી નિકળી! હજી બારમું પત્યું ત્યાં જ ઘરના ને કુટુંબના લોકો ઉદયને નવા લગ્ન માટે દબાણ કરવા લાગ્યા! માંડ ૨૫ વર્ષની ઉંમરે વિધુર થયેલા ઉદયને સારી આર્થિક સ્થિતિના કારણે રજની નામની સુંદર કન્યા પણ મળી ગઈ .પરંતુ ઉદયની શરત હતી કે તે રજનીને માત્ર એક જ બાળક આપશે:દીકરી હોય કે દીકરો! રજની પણ આધુનિક હોઈ તેને શરત મંજુર હતી.બંને એ લગ્ન કરી લીધા! જોત જોતામાં ત્રણ વર્ષ થઇ ગયા, પણ રજનીનો ખોળો હજી ભરાયો નહોતો! બંને જણ જરૂરી તપાસ માટે ડોક્ટર પાસે ગયા! ડોકટરે સુચવેલા રીપોર્ટ કર્યા બાદ બંને જણા કન્સલ્ટીન્ગ રૂમમાં ઉત્સુકતાથી ડોક્ટર સામે જોઈ રહ્યા! ડોક્ટરે બંને જણ સામે જોઇ ઉદય પર નજર માંડતા કહ્યું:' સોરી મિ.ઉદય! તમે પિતા બની શકવા સક્ષમ નથી!' આટલુ સાંભળતાં જ ઉદયની આંખો આંચકા સાથે રજનીના ખોળામાં બેઠેલા સંધ્યા અને પોતાના(!) દીકરા આયુષ પર સાથે ચોટી ગઈ!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ