વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માની મમતા.

"મિસિસ શાલિની પરીખ ૨૪ કલાકમાં કિડનીની વ્યવસ્થા નહીં થાય તો મિસ્ટર વિશાલને બચાવવા મુશ્કેલ છે.." ડોક્ટર વ્યાસ બોલ્યા.

ડોક્ટરની વાત સાંભળી વિશાલ અને શાલિની ઢળી પડ્યા.બંનેમાંથી કોઈને કશું સૂઝતું નહોતું.૨૪ કલાકમાં કિડની કોણ આપે  ? વિશાલની સ્થિતિ ક્રિટિકલ થઈ રહી હતી.

 

12 કલાક પછી વિશાલએ આંખો ખોલી.પોતાને નવું જીવનદાન પામી તે કૃતજ્ઞ બની રહ્યો હતો.તેણે ડોક્ટરને કહ્યું,"મને જલ્દીથી તે વ્યક્તિને  મળાવો, જેણે મને નવી જિંદગી આપી."

 

બાજુના વૉર્ડમાં સુતેલી પોતાની માતાને જોઈ વિશાલ હચમચી ઊઠ્યો.એક કિડની પર જીવતી , અનાથ આશ્રમમાં રહેતી પોતાની મા કાયમ માટે ચિર નિદ્રામાં પોઢી ગઈ હતી.

 

Bhumi joshi.

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ