વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બની ગયો

ઘણો આભાર માન્યો હતો વેવિશાળ સમયે

એ જ આભાર આજે હ્રદય નો ભાર બની ગયો

 

ઘણા જુઠ્ઠાણા ચલાવ્યા હતા એણે મુજ પર

એજ જુઠ્ઠનો આજે સત્ય પર વિજય બની ગયો

 

સ્વર્ગ સમી અપ્સરાની ઉપમાઓ થી નવાઝી હતી

એ અપ્સરા નુ રૂપ દોઝખ ની ડાકણ નુ બની ગયો

 

બાળકથાની પરી આવી હતી જે અવની પર

ધરા પર કદમ મુકતા એ શંકાનો ઘેરો બની ગયો

 

સચ્ચાઇ હોત એના કથન માં તો ગમગીન ના હોત

એના જુઠ ના મહેલ પર વિજય તિરંગો બની ગયો

 

શ્રધ્ધા હોત જો ખરી વિજય સત્ય નિ થઈ હોય

સત્યનો પરાજય તુજ પર અંધશ્રધ્ધા બની ગયો

 

પહેલા તુ દેવ હતો હવે તુ પથ્થર બની ગયો

આજ કારણે હુ ‘દેવાંગ’ થી ‘વહેમ’ બની ગયો

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ