વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દરિયો



મબલખ મોતીયું 'ને મબલખ ખજાનો,

તોય જરા નમળે હુંકાર કરવા આ દરિયો,


એકલો મળે 'ને કરીએ જો વાતો તો,

હોંકારો કાયમ આપે એજ આ દરિયો,


રદિયો સુકાય ત્યારે, માનવમેદનીથી દૂર

ભરપેટ આપે રદિયો એજ આ દરિયો,


વાતોની વણજાર હોય કે એકલતાનો અવકાશ,

સમાવી સૌને ભરી આપે એજ આ દરિયો,


આમતો એકલો અટૂલો ઘુઘવાયા કરે,

પણ બંધ નયને શાંત મળે એજ આ દરિયો,


અંતરના ઉંડાણ કેર કરી માપવા કોઇના,

જાણે સહુંની હરીફાઈએ આ દરિયો,


તરબતર ભરાઈને ખાલીખમ લાગશે, છતાય

વણખુટ્યો સહારે આવશે એજ આ દરિયો,



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ