વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડોક્ટર ઉવાચ... દર્દી ઉવાચ

એવું સાંભર્યું છે કે -  રાજાશાહીમાં રોગચાળો ખૂબ જ ફાટી નીકળે તો જે તે રાજ્યના રાજા સ્થાનિક વૈદ્યોને સજા કરતા .વૈદ્યો પણ નાડી  સ્પર્શથી રોગનું નિદાન કરતા અને અદ્ભુત સારવાર કરતા. થોડા વર્ષો પહેલા વૈદ્ય/ડોક્ટરને ઘેર વિઝિટે બોલાવો તો દર્દીની હાલત ખરાબ છે તેવું અનુમાન થતું. આજરોજ સામાન્ય તાવ - શરદીમાં ધનકુબેરો - ધનાઢ્યો ડોક્ટરને 'સ્ટેટસ સિમ્બોલ' માટે ઘેર બોલાવે છે.

                સત્ય ધટના ભાગ - ૧


ઘણા વર્ષો પહેલાની વાત છે. .... ગામના સરપંચ એવા માંદા પડ્યા કે લંડન રહેતો તેમનો દીકરો મળવા અને સારવાર માટે આવ્યો. આ વાત ડોક્ટર તરીકે મારા કાને આવી તેથી થોડી હમદર્દી જાગી. સહજ રૂપે તે ડોક્ટર રસ્તામાં જ મલી ગયા તેથી પૂછ્યું,"સાહેબ, બાપાની તબિયત હવે સારી હશે. અચાનક શી તકલીફ થઈ ?" જવાબમાં જાણવા મળ્યું કે - ગુદા માર્ગેથી ખૂબ જ લોહી પડે છે, બધા જ પ્રકારના રિપોર્ટ માટે અમદાવાદ લઈ ગયેલો.


ડોક્ટરના મોઢાનો ભાવ અને વાતચીત પરથી અનુમાન થયું તેથી આશ્વાસન આપતા બોલ્યો, "બાપાને  ca.(કેન્સર માટેનો શબ્દ) ન હોય તો સારું. નીચું માથું કરી ડૉક્ટર બોલ્યા , "દર્દીની મંજૂરી વગર હું તમને રોગ જણાવી ન શકું. વિદેશમાં આ નિયમ છે." (ભારતમાં પણ આ નિયમ છે, પણ લોકો અમલ કરતા નથી.)


થોડા સમય પછી ખબર પડી કે -કેન્સર હતું અને સરપંચશ્રી ખૂબ જ પરેશાન થયા. ડોક્ટરો દર્દીને જે તે રોગનું નામ સાવચેતી માટે જણાવતા નથી પણ દર્દીના સગા - સંબંધી મારફત રોગનું નામ સમાજમાં ખૂબ જ ફેલાય છે તે યોગ્ય નથી.આ બાબતે હવેથી સજાગતા રાખીએ તેવી સમયની માંગ છે .

                  સત્ય ધટના ભાગ- ૨


દર્દી પણ રોગનું નામ જાણવા અને જણાવવા કેવા તલપાપડ હોય છે તે અંદાજે ૨૫ વર્ષ પહેલાનો રમૂજી કિસ્સો જણાવ્યા વગર રહી શકતો નથી. શહેરના ડોક્ટર પાસે નાના ગામડાનો ખૂબ જ જક્કી અને જીદ્દી દર્દી ગયો. "તમને દવાથી આરામ થઈ જશે "તેવું વારંવાર સમજાવવા છતાં પેલા દર્દીએ રોગના નામ માટે ખૂબ જ આગ્રહ રાખેલો. છેલ્લે  દર્દી બોલ્યો," તમે મારી પાસેથી  રૂપિયા લીધા છે તેથી રોગનું નામ જણાવવું  પડશે પડશે અને પડશે જ ."


આજની જેમ google યુગ‌ ન હતો વળી દર્દી અભણ હતો તેથી ડોક્ટરે શા માટે રમૂજ કરી તે ખબર નથી પણ દર્દીને ખુશ કરતાં કરતાં ડૉક્ટર પોતે ખુશ થઈ ગયા. દર્દીને ' સાઈટીકા' રોગ હતો, જેમાં પગમાં આવેલ લાંબી જાડી નસમાં અનેક કારણસર સોજો આવી જાય. આયુર્વેદ મુજબ રાંઝણ  કે ગૃધશી ( લાંબા ગાળે દર્દી ગીધની જેમ ચાલે તેથી) રોગ કહેવાય જેને 'વા'નો રોગ કહેવાય છે. ડોક્ટર જે તે વિસ્તાર મુજબ વિવિધ નામ આપે પણ સારવાર લાં...બો સમય ચાલે છે.


સાઈટીકા નામને બદલે લંડન - પેરિસ - ટોક્યો આ ત્રણમાંથી બોલવામાં  અઘરું પડે તે માટે ડોક્ટરે 'ટોકયો' જણાવ્યું. તમે માનો ન માનો પણ તે દર્દી મારા મિત્ર ડોક્ટરને જણાવ્યું કે,' સાહેબ, તમારા નિદાનને સલામ છે. મને અનુમાન હતું તે જ બીમારી નીકળી. ઘણા મહિનાથી મટતી ન હતી તેથી આ ટોક્યો જ બીમારી હોય "એમ બોલી રૂમની બહાર નીકળી ગયો .


ડોક્ટરે માંડ માંડ હસવું રોકી પોતાના કન્સલ્ટિંગ રૂમની બારીમાંથી જોયું. પેલો દર્દી રાહ જોઈને ઉભા રહેલા ગામડાના ત્રણ - ચાર મિત્રોને કહેવા લાગ્યો , "સાહેબ ખૂબ જ હોશિયાર છે. મને  ઠોક્યો (ટોક્યો ) થયો છે. બીજા ડોક્ટરો જુના જુના રોગનું નામ બોલે અને એકસરખી દવા કરે, આ સાહેબે નવા રોગનું નામ આપ્યું છે. તેમની હોશિયારીની મને ખબર ન પડે તો કોને પડે?"


આ  સાંભળીને ડોક્ટર સાહેબ હસી-હસીને  ઢગલો થઇ ગયા .

મેરા ભારત મહાન


Dr. Bipin Chothani


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ