વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું પણ ડોક્ટર...

કોઈ વિદેશીને પત્રકારે પૂછ્યું "તમને ભારત દેશમાં શી વિશેષતા લાગી ?" જવાબમાં વિદેશી ભાઈ બોલ્યા "Every time is tea time (લોકો ગમે ત્યારે ચાની ચૂસકી લગાવ્યા જ કરે), Every where is urinate(લોકો ગમે ત્યાં પેશાબ કરે), Everyone is Doctor "( દરેક વ્યક્તિ ડોક્ટર બનીને સલાહ આપ્યા જ કરે ...આપ્યા જ કરે)

'અમારા પરિવારમાં એક ડોક્ટર હોવો જોઈએ' એવી મહત્વકાંક્ષા રાખનારા કુટુંબીજનો એકાદ દાયકો  મેડિકલના અભ્યાસમાં પસાર કરેલો હોય એવા ડોક્ટરની હાજરીમાં સલાહ આપતા હોય છે !!!


આયુર્વેદ, જ્યોતિષ, સંગીત વગેરે ભારતીય સંસ્કૃતિની વિશ્વને દેન છે પણ અર્ધ જ્યોતિષ જ્ઞાન ધરાવનાર વડીલો સંતાનોને ગ્રહોના ચક્કરમાં જલ્દી પરણવા  દેતા નથી અને અડધું આરોગ્યનું જ્ઞાન ધરાવનાર લોકો દર્દીઓને જલ્દી મોત ભેગા કરી સમાજમાં ખબર ન પડે તેવો ઘોંઘાટ પેદા કરે છે.


ORS (Oral Rehydration Solutions) માં Glucose (સાકર) અને Sodium Chloride (નિમક) આવે છે. બ્લડ પ્રેશર, બ્લડ સુગર માપીને જે તે દર્દીને લેવું જોઈએ નહીંતર બી.પી. અને સુગર વધી જતા અનેક તકલીફો થઈ શકે છે.


ઇસબગુલ પાણી સાથે લો તો કબજિયાત તૂટે (ઝાડા થાય) અને દહીં સાથે લો તો કબજિયાત થાય (ઝાડા બંધ થાય). આ દવાના અલગ અલગ અનુપાન પ્રમાણે કાર્ય થાય છે એ વિશેષતા છે .


​લવિંગ જમ્યા પછી (વિપાક રૂપે) ઠંડા અને એલચી ગરમ છે તેથી દર્દીની તાસીર જોઈને જે તે દવા અપાય અને લેવાય પણ ભારતમાં "મારી  આ દવા - કેપ્સુલ શરૂ છે,. તું પણ શરૂ કરી દે ને ?"


સાવધાન ! કોઈ પણ હૃદયના રોગીને શ્વાસ ચડે ત્યારે આરામ જરૂરી છે, તે દવા જ સમજો.🙏🏻 તમારી જીભને અને મગજને આરામ આપો.🙏🏻 અધકચરી માહિતી જ્યાં ત્યાં ન પીરશો. વકીલની જેમ ડોક્ટરની સલાહની કિંમત કરો, કદર કરો.


Dr. Bipin Chothani


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ