વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલ ફરીથી

ચાલ ફરીથી એક શરૂઆત કરીએ,

જીવનને એક અવસર આપીએ.

એકલપંથી આ દાયરામાં માં ચલને,

સાથે મળીને એક ડગ માંડીએ.


સાથી એક સફરના છીએ જો ને

બેઠા અળગા પથ મહી.

કઠિન છે આ રાહ જીવનની,

કંકર ચુભે હવે પગ મહી.


ખોવાયો તું આમ અચાનક જો ને,

શોધું તુજને અહીં તહીં.

આવે જો તું તો હવે ડગ માંડું હું,

ખેડુ સફર હવે તુજ મહી.


સાથ તારો મૃગજળ છે જો ને,

તરસી રહું છું ખુદ મહી.

આપે જો તું એક બુંદ સ્નેહની,

મોહી પડું હું એ અમૃત મહી...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ