વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રાણીઓની સેના

જોને પેલું જંગલ ધમધમ થાય,

એમાં પ્રાણીઓ બધા રમવા જાય...

જોને પેલું...


રીંછભાઈ તો કેપ્ટન થાય,

સિંહ રાજાની એ પાસે જાય...

જોને પેલું...


વાંદરાભાઈ તો અમ્પાયર થાય,

વાઘભાઈ સાથે એની બેઠક થાય...

જોને પેલું....


શિયાળ ભાઈ દાવ લેવાને જાય,

બેટને એતો ઘુમાવતો જાય...

જોને પેલું...


ચિત્તાભાઈ તો ચતુર કહેવાય,

છલાંગ ભરીને બોલ ફેંકવાને જાય...

જોને પેલું જંગલ...


પહેલા બોલે શિયાળ આઉટ થાય,

રીંછભાઈની ટીમમાં કોલાહલ થાય...

જોને પેલું...


રીંછભાઈની ટીમ જીતી જાય,

હાથીભાઈ ના નિરાશ થાય...

જોને પેલું..



@-રાજુસર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ