વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસંતની પધરામણી

*વસંતની પધરામણી*



આમ્રકુંજમાં બેઠેલી કોયલ ,

કેવો મધુર ટહુકાર કરે છે.

હા! આજે વસંતની પધરામણી થઈ  છે........


લાલધુમ કેસુડો જાણે

કુમકુમથી સત્કાર કરે છે,

ફુલોની સૌરભ સાથે

વહેતો વાયુ માદક બન્યો  છે.

હા! આજે વસંતની પધરામણી થઈ  છે.....



પ્રકૃતિનાં જીર્ણ વસ્ત્રોથી

તરુવર  સુશોભિત બન્યા છે,

રમણિય  માદક વાતાવરણથી પ્રેમીપંખી ઘેલા થયાં છે,

હા! આજે વસંતની પધરામણી થઈ  છે....


પ્રકૃતિને માંડવે વસંતને વધાવવા ઉત્સવ જામ્યો છે,

અલબેલી વસંતથી જાણે સૃષ્ટિનો શણગાર થયો છે..

હા! આજે વસંતની પધરામણી થઈ  છે......



વસુંધરાનું કેવું અનુપમ સૌદર્ય  પ્રગટ થયું છે,

અંતરનાં ઉમંગથી આનંદદાયક "નિયતી"બીજુ શું હોય શકે છે?

હા! આજે વસંતની પધરામણી થઈ  છે......


જીજ્ઞા કપુરિયા 'નિયતી'

20/2/2020

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ