વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘાવ

કેટલાં ઉંડા લાગ્યા હશે  ઘાવ !
હજુ  એની ક્યાં  કળ વળે છે !
નિરાંતે  બેસી  હું  મને  મળી શકું 
એવી  મનગમતી ક્યાં   પળ મળે  છે  !
ગમે  તેટલું  ઉડું ખોતરો  તો  પણ ,
પીડા  નું  ક્યાં   તળ  મળે છે !
બહાર થી ભલે દેખાવ હું  સીધોસાદો !
પણ મનમાં તો કેટલાંય કીડા  સળવળે છે!
તું હોય , રાત હોય, એકાંત  હોય  !
આવી  ઘણી  ઇચ્છાઓ  ટળવળે છે ! 
આ કોણ આવી ગયું અચાનક મહેફિલ માં !
આ કોનું તેજ એની આંખોમાં ઝળહળે છે !
તું ચલાવે છે આ સૃષ્ટિ નું તંત્ર  એ સાચું છે ?
કે પછી આ બધું  એમ ને એમ  અટકળે  છે !
કેટલાં ઉંડા લાગ્યા હશે  ઘાવ !
હજુ  એની ક્યાં  કળ વળે છે !
                     શૈલેષ દૂધાત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ