વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવતીકાલનું ભારત

         આ શીર્ષક હેઠળ કોણ જાણે કેટલાય લેખો અત્યાર સુધીમાં રજૂ થઇ ચુક્યા હશે.આ વાતની જાણકારી હોવા છતાં ફરીવાર શા માટે મેં પણ આ જ શીર્ષક પર લેખ લખવાનું નક્કી કર્યું એ તો લેખ વાંચ્યા પછી જ સમજી શકાશે.

​          "આવતીકાલનું ભારત", એક એવો વિષય જેના પર જાણતા-અજાણતા લગભગ નાનાથી લઈને મોટા સુધીના દરેક ભારતીય એ વિચાર-વિમર્શ કે ચર્ચા-વિચારણા કરી જ હશે. પરંતુ શું કોઈને એવો વિચાર આવ્યો ખરો કે એ આવતીકાલ ક્યારે અથવા કેવી રીતે આવશે? એ દરેક ઉગતા સૂર્યની સાથે થતી નવી સવાર ની જેમ જાતે જ આવી પહોંચશે કે આપણે પ્રયત્ન પુર્વક એને લઇ આવવી પડશે? સવાલ કોઈને નહોતો થયો, પરંતુ જવાબ બધા પાસે છે અને એ પણ એક જ સમાન - " ના ". શા માટે દેશમાં બદલાવ લાવવાની આટલી પ્રબળ જરૂર હોવા છતાં પણ જવાબ " ના " ??? કારણ બીજું કંઈ નહીં પરંતુ આપણે અને આપણી માનસિકતા જ છે. આપણા મગજમાં એવો ખોટો ખ્યાલ ઘર કરી ગયો છે કે દેશમાં બદલાવ માત્ર સરકાર દ્વારા જ આવી શકે.

​            ના, એટલે બદલાવ સરકાર દ્વારા આવે એ તો સ્વીકારવા લાયક બાબત છે પરંતુ માત્ર સરકાર દ્વારા જ બદલાવ આવે એ વાતમાં કોઇ તથ્ય નથી. સરકાર શરૂઆત કરી અથવા કરાવી શકે પરંતુ સંપૂર્ણ પણે બદલાવ લાવી ન શકે. એ બદલાવ લાવવા માટે સરકારને જરૂર છે એમને સમર્થન આપી સત્તા સોપનારી એની પ્રજાની. એ પ્રજાની જે સરકારને સત્તા સુધી પહોંચાડે છે, એ પ્રજા જેને જે તે જૂથ કે પાર્ટીના કામ અને સત્તા નિર્વાહની રીત પર શ્રદ્ધા છે, તે પ્રજા જેના સાથ કે સહકાર વગર સરકાર ચાલી જ ન શકે, એ પ્રજા જે ધારે તો સમગ્ર દેશના ખૂણે ખૂણા અને બદલી શકે છે અને એ જ પ્રજા જે પોતાના વિશ્વાસ ભંગ બદલ સરકારને તોડી પણ શકે છે. તો શું એ પ્રજા પોતાની ક્ષમતા ભૂલી ગઈ છે કે પોતાની ક્ષમતાથી અજાણ છે??? શા માટે એ પ્રજાને દેશ બદલવા માટે કે પોતાના સ્વપ્નનું ભારત કે આવતીકાલ નું ભારત બનાવવા માટે સરકારના પ્રયાસોની જરૂર છે?

​           દરેક ભારતીય પાસે આવતીકાલના ભારત માટે એક અલગ અપેક્ષા છે.પરંતુ કોઈ જ દેશવાસીઓને પોતાની અપેક્ષા મુજબ પોતે કામ કે મહેનત કરવાની ઈચ્છા જ નથી. બધાએ પોતાની ઈચ્છા સરકાર પૂરી કરે એવી જ આશા રાખવી છે. એક જ સરકાર ૧૪૦ કરોડ ભારતીયોની અપેક્ષા કેમ પૂરી કરી શકે??? પણ હા, એક વાત છે, જો એક - એક ભારતીય પોતાના સ્વપ્નનું ભારત બનાવવાના પ્રયત્નો પોતાના તરફથી શરૂ કરે તો એવું ભારત ચોક્કસથી બની શકે.

​           આપણે કોઈ એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે દેશ જો આપણા થકી જ બનતો હોય તો દેશ બદલે પણ આપણા થકી જ. સમગ્ર વિશ્વના દેશોના ઉદાહરણ આપતા ફરીએ છીએ આપણે, કોઈ ના કાયદા, કોઈ ના માણસો, કોઈ ની સરકાર તો કોઈની ચોખ્ખાઈ અને માત્ર આટલું જ નહીં બીજું ઘણું બધું. દરેક દેશને પોતાની એક અલગ ઓળખ હોય છે અને એવી જ રીતે ભારતને પણ પોતાની અલગ ઓળખ છે, એ છે ભારતના યુવાનો. માત્ર જરૂર છે ભારતના યુવાનને સજાગ કરવાની, તેને જગાડવાની. બસ એક વખત ભારતનો યુવાન જાગી ગયો એટલે થઈ ગયું.

           ​બસ પછી મુકાઈ જશે ભારતની એક અમીટ છાપ સમગ્ર વિશ્વના ફલક પર અને સમગ્ર વિશ્વ પોતાની જાતે જ કહેશે, ' copy that '. ભારત એક એવો દેશ છે જેની પાસે આવતીકાલ નું ભારત કેવું હશે કે કેવું હોઈ શકે એનો જવાબ આજે જ હાથમાં છે, પરંતુ ખુદ પોતે જ એ વાતથી અજાણ છે અને એ જ કારણ છે કે આપણે આવતીકાલના ભારતના સ્વપ્ન સેવી રહ્યા છે. પરંતુ એ સ્વપ્નને સાકાર કરવાની મહેનત ક્યાં???અરે વિચાર કરો શું નથી આજના ભારત પાસે???  બધું જ તો છે અને એ બધું જ હોવા છતાં ક્યાં અટકાયેલા છીએ આપણે? આપણી સફળતાની રાહ પર શું નડતરરૂપ છે? શા માટે બધું જ હોવા છતાં આપણો દેશ વિશ્વના દેશોની સામે નતમસ્તક ઊભો છે? એવી તે શું ખોટ છે કે જેના કારણે આપણો દેશ મહાસત્તા સામે માથું નથી ઊંચકી શકતો​? આ બધા જ પ્રશ્નો એક જ જવાબ છે અને એ છે આપણી માનસિકતા.

​               આપણે જે ભારતના સ્વપ્નું સેવી રહ્યા છીએ એ ભારતને અનુરૂપ આપણે આપણી માનસિકતા પણ બદલવાની જરૂર છે.પહેલા આપણે ખુદ આપણા સ્વપ્નના ભારત ને અનુરૂપ બનવું પડશે, ત્યારે અને માત્ર ત્યારે જ આપણું ભારત આપણા સ્વપ્નોને અનુરૂપ બની શકશે. પેલી અંગ્રેજી ભાષાની કહેવત છે ને, " Be the change to bring the change." એટલે કે, " સમાજને બદલવા માટે પહેલા પોતે બદલાવું પડશે."

​                તો ઇન્ડિયન્સ રાહ શાની જુઓ છો? તમે ખુદ બદલી જાઓ ઇન્ડિયા આપોઆપ બદલાઈ જશે.

​       

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ