વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુલાકાત

કાળો ધખધખતો ઉનાળો અને એક વૃદ્ધ રસ્તા પર ગંધાતી ગટર પાસે મેલોઘેલો સબડતો હતો. ઘરના કંકાસથી ભાગી છુટેલો એક યુવક પણ નજીકમાં કંઈક વિચાર સાથે બેઠો હતો. યુવકે વૃદ્ધ પાસે આંટા મારતા કૂતરાને પથ્થર મારી હટાવ્યું કે વૃદ્ધ બબડ્યો,"એને ના માર ! એ મારી પીડા ચાટી ટાઢક આપે છે ને મને દુઃખમાં સબડતો જોઈ તમારા જેવા એને પથરા મારે છે." આ સમયે પથરાને પણ પોતાના કૃત્ય પર શરમ આવી તો યુવકને શું વિચાર આવ્યો હશે??

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ