વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધોળું કાળજું

ઇ.સ.૧૯૮૫માં ભાવનગરમાં ઈન્ટરશિપ દરમિયાન કાળાનાળા વિસ્તારમાં આવેલ સર્જન ડોક્ટર પટેલ સાહેબ (વતન મહેસાણા) પાસે શીખવા જતા. પ્રશ્નોત્તરી બાદ છેલ્લે અલક મલકની વાતો થતી .તેમની હોસ્પિટલમાં તેમના મિત્ર પદ્મ શ્રી ભકત કવિ  દુલા ભાયા કાગ (તારા આંગણિયા પૂછીને જે  કોઈ આવે તેને આવકારો મીઠો આપજે... એ ગીતના રચયિતા ) રોકાતા.ડોક્ટર સાહેબ દર્દીને ચેક કરતા રહેતા... છેલ્લે દુલા ભાયા કાગ પૂછતા,"સાહેબ,તમે કાનમાં ભુંગળી ભરાવીને દર્દીની છાતી પર રાખીને શું ચેક કરો છો ?" (જવાબ... stethoscope થી દર્દીના હૃદય અને ફેફસાંની સ્થિતિની ખબર પડે)"સાહેબ, તમે દર્દીના હાથમાં પટ્ટી બાંધી ભખ ભખ્ કરી હવા ભરો છો તેથી શું ખબર પડે ?"(જવાબ ... sphygmomanometer થી  દર્દીનું બ્લડપ્રેશર ઓછું છે કે વધારે તેની જાણકારી મળે)


"સાહેબ, તમે દર્દીની છાતીમાં ચીપીયા ભરાવીને  લાં...બી પટ્ટી કાઢો છો તેનાથી શું ખબર પડે?( જવાબ... કાર્ડિયોગ્રામથી હૃદય ગતિની અને સ્થિતિની ખબર પડે)

"સાહેબ, માણસનું  હૃદય કાળું છે તેની તમને પડે ?"(જવાબ... ના) તમારે જવાબ જાણવો હોય તો તેના સંતાનોનું જીવન જોજો.બાપ કમાઈ કયા પ્રકારની છે તે સંતાનોના લક્ષણ પરથી ખબર પડશે."

આ વાત મને સાચી લાગી છે.  તમે પણ અભ્યાસ કરજો, કદાચ સહમત થશો.કોઈને દુઃખમાં, દર્દમાં, વેદનામાં, આઘાતમાં, ઉપાધિમાં મોડી રાત સુધી ઊંઘ ના આવે ખરુંને? મને ગઈ સાલ સતત ત્રણ દિવસ સુધી ખુશીમાં ઊંઘ ના આવી... માંડ માંડ બે-ત્રણ કલાક ઊંઘ આવતી. ચિ. પ્રીતિને "લોહાણા સમાજની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ તરફથી 2019 નો "આંતરરાષ્ટ્રીય એવોર્ડ" રિસર્ચ વિભાગમાં મળ્યો તે સમાચાર મળ્યા ત્યારે ખુશીમાં ઝૂમી ઉઠ્યો.અભ્યાસ દરમિયાન - ગ્રુપમાં - ભૌતિક અને આધ્યાત્મિક સર્કલમાં પ્રશ્નોત્તરીમાં જ્યારે જ્યારે જેને જેને સફળતા મળે તેને ગજબનો આનંદ અનુભવાય છે .ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્તિનો આનંદ શબ્દોમાં થોડું લખી શકાય?


રઘુવંશી લોહાણા ( લોહરાણા)નું નામ ભગવાન  રામચંદ્રજીના પુત્ર લવના નામ સાથે સંકળાયેલ છે. વિશ્વ કક્ષાએ લોહાણાની વસ્તી ૨૫ લાખની  છે. ફાર્મસી વિભાગમાં રિસર્ચ અને રજીસ્ટર પેટન્ટ એજન્ટ આ બે વિશિષ્ટતાને લીધે સફળતાનો સિક્કો આગળ પાછળ સોનાનો ગણાયો અને ગળાકાપ હરીફાઇમાં સહજ રૂપે  પસંદગી થઇ.🙏🏻 માનો ન માનો પણ ગુરુકૃપાથી પસંદગી થઈ.🙏🏻


એવોર્ડ વિતરણ સમારોહ તા.૨૮- ૧૨- ૨૦૧૯  ગોંદીયા (મહારાષ્ટ્ર) મુકામે હતો.માત્ર વિજેતાના માતા-પિતા માટે વ્યવસ્થા હતી. થોડા મહિના પહેલાં પ્રીતિની સગાઈ થઈ તેથી શ્રી રોનકકુમાર પવાણી તથા તેમના માતા-પિતા ગૌરવવંતા  પ્રસંગના સાક્ષી બનવા તૈયાર થયા .રિટર્ન ટિકિટ કન્ફર્મ હતી પણ જતા દોઢ માસથી  વેઇટિંગમાં 49 નામ હતા. અમદાવાદથી ૧૮ કલાકની મુસાફરી હતી. "કવિગુરુ એક્સપ્રેસ" ટ્રેનના રિઝર્વેશનના ડબ્બા ૧ થી ૬ માં ગીર્દી હતી તેથી S 7  માં ઘુસ્યા.થોડીવાર પછી ખબર પડી કે અમારા પાડોશી પણ મહા પરિષદની મિટિંગમાં જઈ રહ્યા હતા, તેમની અમુક સીટ અને TCએ  આપેલ  સીટથી સરસ વ્યવસ્થા થઈ ગઈ .આ ચમત્કાર જ ગણાય. કાર્યક્રમને સફળ બનાવનાર અને સહકાર આપનારની યાદી ખૂબ લાં...બી છે તેથી સૌને વંદન કરું છું.

હું ઈચ્છું કે તમને/તમારા સંતાનોને એવોર્ડ મળે અને તમારી ઊંઘ ગાયબ થાય .ખુશીનું મોજું  ખુશી સાથે  ઠંડક આપે છે.કદાચ ખેંચી જાય તો પણ ડૂબવામાં આનંદ છે.


Dr. Bipin Chothani

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ