વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિલ હૈ હિન્દુસ્તાની


              " परस्पर देवो भव "

(એકબીજાને દેવ માનો) આ પ્રકારની ઉત્તમોત્તમ ભારતીય સંસ્કૃતિમાં જીવનાર આપણે સૌ ખરેખર ભાગ્યશાળી છીએ. તમામ ભાષાની માતા સમાન સંસ્કૃત ભાષાના પ્રત્યેક અક્ષર અને શબ્દ પાછળ ગૂઢાર્થ  રહેલા છે. આજે વાત કરવી છે. ' હે ', 'એ ',  'એય' તથા Hello, Hi અને Heyની ...


હું અંગત રીતે માનું છું કે અભિવાદન વાચક પ્રાચીન શબ્દ ' હે ' માંથી કાળક્રમે કૌટુંબિક સંબંધોમાં 'એ ' અને  ' એય ' આવી ગયું હશે. સામાન્યત :  જિંદગીનો લાંબો સમય અને સન્નિકટનો સંબંધ પતિ -પત્નીનો ગણાય.પતિવ્રતા ધર્મના નિયમાનુસાર હિંદુ સ્ત્રી પોતાના પતિદેવના સન્માન માટે  પતિનું નામ બોલતી નથી અને પતિ પણ પત્નીનું નામ લઇને બોલાવતા નથી. પરસ્પર એકબીજા માટે ' એ' શબ્દ વાપરે છે. પત્ની હંમેશા પતિદેવને સન્માન માટે 😇....ના બાપુ કે પિતા બોલતા પહેલા ' હે 'ને બદલે 'એ' કે 'એય' બોલતી હોય છે કારણ કે પતિનું નામ લઇ બોલવાથી તુંકારો લાગે અને નામ પાછળ ભાઈનું સંબોધન તો કરાય નહીં. આવું પતિ તરફથી પણ હોવું જોઈએ અને  તે વડીલોમાં જોવા મળે છે. હે  (એ,એય )😇 .... ની માતા, જુઓને, આ કોણ આવ્યા ? ક્યાંથી આવ્યા ?


જેની પાસે આ પ્રકારના સંબોધન વાચક શબ્દો ન હોય તે ભલે  વિદેશી સંબોધન વાપરે ( Hello અને Hi  બંને સમાનાર્થી અભિવાદન વાચક શબ્દ છે. Hey એ આશ્ચર્ય કે રુચિ માટે છે. )


🇮🇳આપણે ભારતીય સંસ્કૃતિના પ્રેમીઓ દેશ-વિદેશમાં જ્યારે મળીએ ત્યારે આપણા શબ્દો વાપરીએ. ભારતમાં રહેવાથી ભારતીય થવાતું નથી પણ ભારતીય સંસ્કૃતિ રગેરગમાં હોવી જોઈએ.

😀ભગવદ્ગોમંડળ મુજબ 'એ ' સ્વરના ઉચ્ચારની અસર ગળુ અને શ્વાસનળીના ઉદ્ભવસ્થાન ઉપર થાય છે. તે ગુરદાને ઉત્તેજિત કરે છે. 'એ ' અને    'ઐ' સ્વરોનો વારંવાર ઉચ્ચાર કરવાથી મૂત્ર સંબંધી રોગો દૂર થાય છે અને આ સ્વરનો ઉચ્ચાર પેશાબ લાવનાર દવાની જેમ કાર્ય કરે છે.


👍'હે' શબ્દ હિંમત, ધીરજ અને સબૂરી ( વિશ્વાસ ) સાથે સંકળાયેલ છે. તે સંબોધક ઉદગાર છે. ' હે ' બોલતા શાંતિની અનુભૂતિ થાય છે  - પ્રેમ પ્રગટ થાય છે. સમાજમાં જોવા મળતી થોડી પ્રેમભરી વાતો વાંચતાં આ વાતની પ્રતીતિ થશે.


🙏હે મહાસમર્થ પરમાત્મા ! આપની અસમર્થતા જાણી લીધી.તમે ધારો તે કરી શકો છો પણ જેણે સાધના કરી શિવત્વ પ્રાપ્ત કર્યું તેને કયારેય જીવત્વ આપતા નથી.( તે અસમર્થતા છે.)


🙏હે ગુડાકેશ ( નિંદ્રાને જીતનાર) !  સર્વ જીવોના હૃદયમાં રહેનારો આત્મા હું છું.હું જ જીવમાત્રનો આદિ, મધ્ય અને વળી અંત પણ હું છું.(શ્રી કૃષ્ણ - અર્જુન સંવાદ ગીતાજી ૧૦/૨૦)


🙏હે માતા પિતા ! હું આપનું અને દેશનું બાળક છું. ભવિષ્યમાં મોબાઈલ સાથે લગ્ન થવાના છે પણ અત્યાર થી mobile સાથે બાળલગ્ન શા માટે કરાવો છો? (-  પરાધીન બાળક)


🙏હે પતિદેવ ! મેં તમારી સાથે લગ્ન કરેલ છે નહિ કે તમારા વ્યસન સાથે.હું તમારી અર્ધાંગિની છું પણ વ્યસનના રોગની પીડા તો માત્ર અને માત્ર આપને જ ભોગવવી પડશે....(તમારી વ્યથિત પત્નિ)


🙏હે બહેન ! મારામાં અને તારામાં એકજ માતા - પિતાનું લોહી છે પણ રંગસૂત્રો અલગ - અલગ છે.તારામાં XX (chromosome) એટલે સમાનતા જ્યારે તારા ભાઈઓમાં લિંગ રંગસૂત્ર રૂપે XY (chr.) આવ્યા એટલે ભાગ પડ્યા તેથી અમે દરેક ભાઈ મિલકતમાં ભાગ માંગીએ છીએ. તારો હક્ક હોવા છતાં તું મહાત્યાગી છો.(ભાઈના વંદન )


🙏હે મારા વીર! તને અને સૌને એમ હશે કે માત્ર ભાઈબીજ,વિરપસલી અને રક્ષાબંધનના મારી શુભેરછા હોય પણ ના..ના..બારેય મહિના અને ચોવીસ કલાક તારું હિત ઇરછુ છું.ખમ્મા મારા વીરને...(- લાડકી બેન)


🙏હે પ્યારી બેન! આપણે બન્ને એક માતાના ગર્ભથી પેદા થયા, માતાના ખોળામાં રમ્યા અને મોટા થયા. બન્નેનો પરિવાર અલગ છતાં આપણે સૌ એક છીએ.(- તારી બહેન)


🙏હે અતિથિ ! આપના આગમન સાથે આપના ભાગ્ય પણ અમારે ઘેર આવેલ છે,જુઓ ને કેવું સરસ કાર્ય થઇ રહ્યું છે.(-પ્રેમાળ ગૃહસ્થી )


🙏હે મિત્ર ! કુંડલી મેળાપ વગર આપણે મિત્ર બની ગયા.હવે તો તું મારા માટે પ્રાણવાયુ ( ઑક્સિજન) સમાન છો.( - પરમ મિત્ર)


🙏હે વેપારી ! આપને ત્યાં વજન કાંટો - ધર્મ કાંટો  છે. આપ ક્યારેય કાંટાનું પાપ કરતા નથી તેથી હું હોંશભેર વારંવાર આવું છું.( - કાયમી ગ્રાહક)


🙏હે પરમ સ્નેહી ! મુલાકાત બદલ આભાર. આયુર્વેદના ગ્રંથોમાં કેન્સર(અર્બુદ) વિષે અન્ય રોગોની સાપેક્ષમાં ઓછું વર્ણન છે અર્થાત્ તે સમયે કોઈકને તે રોગ થતો.આજે વધતો જ જાય છે. કેન્સર વર્ધક આહાર - વિહારને cancle કેન્સલ કરો તે સમયની માંગ છે.

( ત્રીજા સ્ટેજના કેન્સર દર્દી ની વેદના સાથે પ્રાર્થના...  )


🙏હે ડોક્ટર ! દવા તમે ખાવ અને દર્દ અમારા દર્દીના જાય તેવું બને ? ડોક્ટર કહે - બને.પરેજી અમે પાળીએ અને રોગ તમારો મટતો હોય તો બને.(-પ્રેમાળ ડોક્ટર ની પરિભાષા )


🙏 હે ગરુદેવ! આપ બ્રહ્મા બનીને શુભ વિચારો આપો છો, વિષ્ણુ બનીને શુભ વિચારોનું પાલન કરાવો છો અને મહેશ બનીને અશુભ વિચારોથી બચાવો છો.(- શિષ્યના વંદન)


Dr.Bipin Chothani


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ