વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સપનાં સજાવ્યાં છે

એક યુગલગીત વેલેન્ટાઈન દિવસ નિમિત્તે

'સપનાં સજાવ્યાં છે'

***************

(એક  નવાં પ્રેમીઓનું યુગલગીત.)


પુરુષ: મેળવી નજર  તમે કામણ કર્યું, શું નેણ નચાવ્યાં છે

નયનોમાં અમે  હવે તમારાં સ્વપ્નાં સજાવ્યાં છે.


સ્ત્રી: કામણ કરું શું હું, નજરે તમારી અમ દિલડાં  કાપ્યાં છે

બસ તમે, તમે ને તમે મારાં રોમેરોમ વ્યાપ્યા છે.


પુરુષ: આંખો ચમકે હીરા સમી, શું રંગ રાખ્યો છે

ઉરમાં સજાવું એ રંગને જેનો સ્વાદ ચાખ્યો છે.


આવકાર મળ્યો તમ નેણનો, અમે  પાસ આવ્યા છે

નયનોમાં અમે  હવે તમારાં સ્વપ્નો સજાવ્યાં છે.


સ્ત્રી: બોલીશ નહીં હું  હવે એ વાત ફરીફરી

થઈ પાગલ તમારા પ્રેમમાં, ઘાયલ તમે કરી.


ભૂલી જાઉં છું ભાન, જ્યારે તમે સ્મિત આપો છો

બસ હવે તમે જ મારાં રોમેરોમ વ્યાપો છો.


પુરુષ: અમે તો તમારી અમી નજર પર વારી ગયા

નજર શું માંડી તમે, અમે જિંદગી હારી ગયા.


સ્ત્રી:આવ્યા તમે પાસે ત્યાં તો સમય અટકી ગયો

સાથે તમારી જીવવા મને આશા મૂકી ગયો.


પુરુષ: તો આવ સીંચીએ મધુર સંસારનાં શમણાં જે વાવ્યાં છે

નયનોમાં સાથે  મળી સ્વપ્નાં સજાવ્યાં છે.


-સુનીલ અંજારીયા

***

(ગાઈ પણ શકાય તેવું છે. શોપીઝન પર મુકું છું.)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ