વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વહેલી પરોઢે- સત્ય ઘટના

વહેલી પરોઢે- સત્ય ઘટના 

દુનિયામાં લોકો ગમે ત્યાં હોય, ગમે તે જગ્યા એ...દર્રેક લોકોની  એક કહાની હોય છે, જે  એમની સાથે ચાલતી હોય છે  કોઈકની સારી, કોઈકની ખરાબ, કોઈકની યાદગાર તો કોઈકની ભયાનક....આજે હું પણ તમારી સાથે એક કહાની જે સત્યઘટના છે એ તમને કહેવા જઈ રહી છું.....આ ઘટના વિશે મને મારા નાનીમાંએ કહ્યું હતું.
એ સમયમાં કપડાં ધોવા માટે ઘરથી દૂર એક જગ્યાએ સ્નાનાગારની વ્યવસ્થા હતી, જ્યાં કપડાં ધોવા કે નહાવું વગેરે જેવા કામ થતાં. 1984 ની આ વાત છે. ત્યારે કપડાં ધોવા દૂર નળ પર ધોવા જવું પડતું. 

"પાલી ઓ પાલી" અરુણા હાસ્યને દબાવતાં બોલી. ભર નીંદરમાં સુતેલી પાલીને રોજ ઘરના બધા મસ્તીમાં ઉઠાડતાં અને કહેતા કે સવાર થઇ ગઈ ચાલ જા કપડાં ધોઈ આવ..... અને બિચારી પાલી પણ ઉઠતી અને કપડાનો પોટલો  ઉપાડી હાલતી થતી, અને બધાના ખડખડાટ હાસ્યથી ભાનમાં આવતી ત્યારે  બધા પર ચીડતી, વળી પાછી સુઈ જતી. આવું અઠવાડિયામાં બે ત્રણ વાર બધા કરતાં એનું એક કારણ પણ હતું કે પાલીને ઊંઘમાં ચાલવાની આદત હતી, જેને કારણે ઘરના લોકો પરેશાન તો હતાં જ સાથે એમને ભય પણ હતો કે રાત્રે અચાનક એ ક્યાંક હાલતી થઇ જાશે તો....? એટલે એના સુઈ ગયા બાદ પરિવારવાળા એને મસ્તીમાં ઉઠાડતાં અને એને સજાગ બનવા સમજાવતાં, વળી એક વાર નીંદર બગડી ગઈ તો હવે સવારે જ ઉઠશે એવી એમનું માનવું હતું.
આવા જ એક વાર શિયાળાની કડકડતી ઠંડીની રાત હતી. પાલી એ રાતે વહેલી સુઈ ગઈ હતી. એટલે એની આંખ 'વહેલી પરોઢે' ખુલી. ઉઠીને જોયુંતો બધાં ઘસઘસાટ ઊંઘી રહ્યા હતાં। પોતે અર્ધજાગૃત અવસ્થામાં કપડાનો પોટલો ઉપાડી કપડાં ધોવા નોકળી પડી. એના મનમાં વાત એ હતી કે શિયાળામાં સુરજ મોડે થી ઉગે પણ સવાર વહેલી થયી જાય. આ વિચારોમાં પોતે હાલતી જતી હતી. 
સ્નાનાગારમાં જઈ પોતે કપડાં પણ ધોવા લાગી. એને નવાઈ ન લાગી કેમ કે એની આજુબાજુ બધા નળ ચાલુ જ હતાં અને કેટલીય સ્ત્રી કપડાં। ધોઈ રહી હતી. હા એને જોયું કે બધી સ્ત્રીઓ માથું નીચે છે, વાળ ખુલા છે અને કોઈ કોઈથી વાત નથી કરી રહ્યું। પરંતુ એણે એના કામ થી કામ રાખી કપડાં ધોઈ નાખ્યા. અને ઘરે જવા રવાના પણ થઈ ગઈ. રસ્તામાં ઘણી સ્ત્રીઓ એને એ જ અવસ્થામાં મળી પરંતુ પોતે ઘર તરફ વળી. આ બાજુ ઘરમાં હાહાકાર થઇ ગયો કે પાલી ક્યાં ગઈ એકબીજાને કઈ કહે કે પૂછે ત્યાં સુધીમાં તો પાલી ઘરમાં દાખલ થઇ. બધાને હાશકારો થયો. એને પૂછતાં એને કીધું કે એ કપડાં ધોવા ગઈ હતી. અને ધોઈ પણ આવી. એના હાથમાં ધોયેલા કપડાં જોઈ બધાંની આંખો ફાટી ગઈ બધા એકબીજા સામે જોઈ રહ્યાં. એણે એની બા સામે જોયું તો એ માંડ  બોલી શક્યા 'રાતના અઢી [2:30] વાગ્યા છે' અને તું કપડાં પણ ધોઈ આવી? એ પણ એકલી. પાલી ના તો રડું કે ન રડું જેવી થઇ ગઈ એને બધાને ત્યાં શું જોયું એ બાબત વિષે કહ્યું તો બધા હકબકા થઇ ગયાં। પરંતુ પાલી સહી સલામત ઘરે આવી ગઈ એ વાત નો હાશકારો પણ હતો. એ ઘટના બાદ પાલીને રોજ રાતે પગમાં દોરી બાંધી દેવામાં આવતી। જોકે એ ઘટના બાદ પાલી પોતે પણ સજાગ થઇ ગઈ હતી. ઘણા વર્ષો પછી પણ એ ઘટના યાદ કરતાં પાલી કહે છે કે 'એ રાતે શું થયું એ મને દ્રષ્ટિ સામે છે ક્યારેક ડર પણ લાગે. પણ ક્યારે પણ પોતે દિવસે પણ ત્યાં કપડાં ધોવા ન જતી એ એને નકી કર્યું હતું.'


જો તમારી પાસે પણ કોઈ આવી કોઈ સત્ય ઘટનાના કિસ્સા હોય તો મને જરૂર થી કોમેન્ટ બોક્સમાં જણાવશો।

 

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ