વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવનારા વર્ષમાં

-ગઝલ-આવનારા વર્ષમાં..


જીંદગી વીતાવી છે મેં આકરા સંઘર્ષ માં;

પુર્ણ થાશે મારા સપનાં આવનારા વર્ષમાં.


હાંસિયામાં કયાં ધકેલી દો નીતિ નિયમો તમે.?;

જીંદગીને ચાલ,જીવી જોઈએ આદર્શ માં.


જીંદગીમાં માત્ર સુખો પૂરતાં હોતા નથી,

યાતના પીડા અને દુઃખ સૌ હશે નિષ્કર્ષ માં.


સ્પર્શ સોના જેવડો પામ્યો; તપીને આગમાં,

ઓગળી ને નિખરી છે જાત આ ઉત્કર્ષમાં.


દો ફગાવી કાળું નાણું બનતી આ નિષ્ફળતાને,

  ને સફળતા રુપ ક્રેડીટ કાર્ડ રાખો પર્સ માં.


દિલીપ વી ઘાસવાળા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ