વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખડક...

ખડક બનેલી આંખોમાં હતી નિતરતી વાત,

ભેખડો પણ ધસી પડે, એવો હતો મૌન નો સંવાદ...

ટકોરા પડી રહ્યા હતા અંતરમન ને બારણે,

થીજી ગયો હતો અરસપરસ ખટરાગનો સાદ...


હૂંફ પણ મળી ગ્રીષ્મ નાં સૂકા વાયરા માં,

પાનખર ક્યાં હતી છતાં ખરી પડી યાદ...

ભોગવટો ક્યાં હતો ગુમનામીમાં વરદ નો,

લહેરો હતી ઉછળતી, દરિયો રહ્યો શાંત...


સચવાયેલી શોધને ફરી સાચવવા,

કરી લીધો વિફળ પ્રયાસ...

અક્ષરોની કરી ફેરબદલ‌ ઘણી પણ,

હરકતો ન બેઠો કોઈ સૂર તાલ...


ચકાસેલું હતું ચારિત્ર્ય, યોજના હતી કમાલ,

આપી તો દીધું કર્તવ્ય, પણ ન મળ્યું કોઈ માન...

ફર્ક હતો આચરણ નો નિભાવવા લલકાર,

પાથરી હતી જાજમ અને ન મળ્યો આવકાર...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ