વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લેરિયું

 

લાગણી નું લેરિયું આજ,આજમાવી જોયું છે

મન તો નથી માનતું,છતાં પટાવી જોયું છે



કેટલાં સમય થી ભલા એ પડ્યુંતું પાસ માં!

આજ,હાથ લાગતાં થોડું મઠારી જોયું છે


વિચારો નો વાયરો, આયોતો એને લઈ જવા

ભાવના ની ભભૂત થી તેને ભરમાવી જોયું છે


ના ફિકર કોઈ હવે કેવાંક લાગે દાગ તો?

મેઘધનું નારંગે એને રંગાવી જોયું છે


નજર જશે પલટી જે દેખે તે થશે દંગ

સત,વ્રતને તપ વડે એવું શણગારી જોયું છે


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ