વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એપ્રન


એપ્રન 

આસ્થા આજે વહેલી જ ઉઠી ગઈ હતી. જલ્દી જલ્દી ઘરના દરેક કામ પુરા કરવા માંડી હતી, આજે એની બેસ્ટ ફ્રેન્ડના લગ્ન હતા, એને સમયથી વહેલું પહોંચવું હતું. અનિરુદ્ધ અને સાસુમા પાસેથી રાતે જ રજા લઇ લીધી હતી. દરેક કામ પુરા કરી એ પોતાના રૂમમાં આવી, એને આવા ઓછા પ્રસંગ મળતા હોય કે પોતે સજીધજીને કોઈ પ્રસંગ પર માત્ર એન્જોય કરવા જઈ રહી હોય, કેમ કે પ્રસંગ હોય તો જવાબદારી પણ વધુ હોય અને એ જવાબદારીમાં પોતે કેવી લાગે છે એ પણ જોવાનું ભૂલી જાય. 
આરામથી કબાટ ખોલી અને પોતાને ગમતી સરસ સાડી કાઢી અને તૈયાર થવા બેઠી. સાર્થને આજે સાસુમાને તૈયાર કરવા આપી આવી હતી. તૈયાર થઇ પોતે એક નજર પોતા પર નાખી અને રૂમની બહાર નીકળી કે સાસુમાનો અવાજ સંભળાયો, 'સાર્થે કપડાં બગાડ્યા છે એને જરા સાફ કરી દે, આસ્થા દોડતી સાસુના રૂમમાં ગઈ તો સાર્થે નેપી બગાડી નાખ્યો હતો. એને સાફ કરી એને ફરી તૈયાર કરવામાં પોતાની સાડી ચોળાઈ ગઈ. હજી સાડી સરખી કરી નીકળતી જ હતી કે સાસુનો અવાજ સંભળાયો, ખાલી દૂધ ગરમ કરતી જા મારાથી એટલો સમય ઉભાશે નહિ, સાર્થને રમતો રાખી પોતે દૂધ ગરમ કરવા રસોડામાં ગઈ. ફૂલ આંચ પર દૂધ રાખવા પોતે ગરમી માં ઉભી રહી. દૂધ ગરમ કરી બહાર આવી અરીસા પર નજર નાખી તો આખો મેકઅપ પરસેવાથી વિખાઈ ગયો હતો. સરખો કરવા જતી જ હતી કે બહાર ઉભા અનિરુદ્ધનો અવાજ સંભળાયો, આસ્થા કેટલી વાર લાગશે? તને મૂકી મારે ઓફિસે પણ જવું છે.'' 
આસ્થા જલ્દી જલ્દી સાર્થને તેડી ઘરની બહાર નીકળતી હતી કે એની નજર રસોડામાં પડેલા એપ્રન પર પડી, જે ઘરકામથી ગંદો થયેલો પડ્યો હતો. આસ્થાથી હસાઈ ગયું, એને એના અને એપ્રન વચ્ચે વધુ ફર્ક ના લાગ્યો.......

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ