વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોફીનો એક કપ -- પ્રતિભાવ

માનનીય ડો.દિલીપભાઈ મોદીને મારૂ પુસ્તક ભેટસ્વરૂપ આપ્યું હતું.. આજે અત્યારે સાનંદાશ્ચર્ય એમનો પ્રતિભાવ સ્વરૂપ જવાબ આવ્યો જે આપ સૌ સમક્ષ વહેંચ્યા વિના રહી શકતી નથી..

પ્રિય નિમિષાબેન,

આપના તરફથી આપનું પ્રથમ સાહિત્યિક સંતાન 'કોફીનો કપ' મને મળી ગયું છે.

આપની કુલ 25 વાર્તાઓમાં વિષય-વસ્તુની પસંદગી ખાસ ગમી જાય તેવી અને વિશિષ્ટ કહી શકાય તેવી છે. એવું સ્પષ્ટપણે માલમ પડે છે કે આપની સરળ ભાષા શૈલીમાં ખરેખર ઊંડાણ હોવાથી સહજપણે સ્પર્શી જાય છે. ભારેખમ શબ્દોનો વિનિયોગ કૃતિને મહાનતા બક્ષે છે એમ હું અંગત રીતે માનતો નથી. સુંદર ટાઈટલ, કાગળ, મુદ્રણ થકી પુસ્તક આંખે ઊડીને વળગે તેવું મનોહર બન્યું છે. આ પુસ્તકના શુભ પ્રાગટ્ય નિમિત્તે હું આપને અઢળક અભિનંદનો અને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. અલબત્ત, આપની સઘળી રચનાઓ નિરાંતે વાંચી જવાની-માણવાની મને મજા પડશે. આપના પ્રસ્તુત 'કોફીના કપ'માંથી ઘૂંટડે ઘૂંટડે સ્વાદ અનેરો અવશ્ય ચાખવા મળશે એવી મને શ્રધ્ધા છે. વળી મને યાદ કરીને આપનો સંગ્રહ મોકલવા બદલ, આપની લાગણી તથા સદભાવ બદલ હું અત્યંત આભારવશ છું. આપની કલમ કુશળતાથી સભર ઉત્તરોત્તર પ્રગતિ અને સફળતાનાં શિખરો સર કરતી રહે એવી અભ્યર્થના છે.

સ્નેહપૂર્વક,

- દિલીપ મોદીનાં વંદન

આપનો ખૂબ ખૂબ આભાર સર...

 

*********************************************************************************************** 

 

માનનીય કિશોરભાઈ વ્યાસને પુસ્તક મોકલ્યું હતું. એમના મારા પુસ્તક માટેના શબ્દો.. તેમના હસ્તાક્ષરમાં .. ખૂબ ખૂબ આભાર સર મારી રચનાઓ વાંચીને પ્રતિભાવ આપવા બદલ...

 

 

**************************************************************************************************


'કોફીનો એક કપ' - વાર્તાસંગ્રહ જેમાં ૨૫ અલગ અલગ વિષયની વાર્તાઓ છે..
આ પુસ્તક વાંચવા પહેલા હું ગુજરાતી વાર્તાઓ વાંચતી નહોતી. પરંતુ આ પુસ્તકની વાર્તાઓએ મારું મન જીતી લીધું છે. આ પુસ્તકની દરેક વાર્તાઓ તમને જકડી રાખે છે અને અંતમાં અપાયેલા વળાંક તમને અવાચક કરી દે છે. વાર્તાના દરેક પાત્રો ખૂબ ઝીણવટતાપૂર્વક વર્ણવવામાં આવ્યા છે જેના કારણે વાર્તા વાંચતી વખતે તમારી સામે તે પ્રદર્શિત થઈ રહી હોવાનો આભાસ થાય છે.
વાર્તાવાંચનની પ્રક્રિયા દરમિયાન તમને દરેક વાર્તાનો અંત જાણવાની ઉત્સુકતા રહે છે.
આમ તો આ પુસ્તકની દરેક વાર્તાઓ ખૂબ સુંદર છે, પણ 'વારસ', 'દીદી, મારી દીદી' અને 'શાંતિ' મારી મનપસંદ વાર્તાઓ છે..


*************


હંમેશા અંગ્રેજી પુસ્તકો વાંચતી મારા દીકરાની મિત્ર કૃપા(હવે મારી વહુ)એ આપેલો મારા પુસ્તકનો પ્રતિભાવ.. તેણે અંગ્રેજીમાં આપ્યો હતો મારા દીકરા જલયે ગુજરાતીમાં અનુવાદ કરી આપ્યો છે. સ્વાભાવિક છે તેનું ગુજરાતી સાહિત્યિક ભાષામાં નબળું લાગશે પણ મેં તેને શબ્દ: ટાઈપ કર્યું છે.. તેને ગુજરાતી ટાઈપીંગની ફાવટ નથી..

ખૂબ ખૂબ આભાર કૃપા અને જલય 

 

*************************************************************************************************** 

 

પ્રિય સખી રાધિકા ટીકુનો મારા પુસ્તક માટેનો પ્રતિભાવ.. તેમના હસ્તાક્ષરોમાં અપાયેલા પ્રતિભાવની પણ અલગ કિમત હોય છે હો...

સખી રાધિકાનો ખૂબ ખૂબ આભાર.. 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ