વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધીરૂભાઈ

          આપણી વાર્તાના નાયક ધીરૂભાઈ એટલે પેલા ધીરૂભાઈ અંબાણી નહીં , પણ ધીરૂભાઈ દરજી. દરજી ઉપનામ તો એમને શહેરમાં આવ્યાં પછી મળ્યું. બાકી ગામમાં તો એ ધીરીયા તરીકે જ ઓળખાતા હતાં.                    એમનું નામ ધીરૂ પણ કામ બો ઝડપી. ગમે ત્યાં મજૂરીએ જાય તો બે દિવસનું કામ એક જ દિવસમાં પુરું કરી નાખે. એટલે એને મજૂરીએ બોલાવવાવાળા એનાથી ખુશ રહે , પણ એના જોડીદારોને ધીરીયો દીઠોની ગમે. ☹☹
          જોકે ધીરીયાના કામના લીધેે મોધીને એ ગમી ગયો. પછી તો જોવાનું જ શું  ? ધીરૂનુું કામ બો ઝડપી એટલે એણે ફટાફટ લગ્ન કરી લીધા. લગ્ન પછી ૩ જ વર્ષમાં એ એક દીકરી અને એક દીકરાનો બાપ બની ગયો.
           હવે ગામમાં મજૂૂરી કરીને એ ઘર ચલાવી શકે તેમ ન લાગતા તે શહેરમાં ગયો. ત્યાં એને એક બેકરીમાં કામ મળી ગયું . 
            તે સાઈકલ ઉપર થેલા બાંધીને દુકાનોમાં પાંઉ આપવા જતો હતો. એક દિવસ એના એક થેલામાંથી થોડાક પાંઉ નીચેે પડી ગયાં. એણે જોયું તો ઉંદરે થેલામાંં કાણું કરી દીધું હતું. તેથી દરજીને ત્યાં જઈ એણે રફુ કરાવ્યું. જેના દરજીએ ૧૦ રૂપિયા લીધા. ????✂️
           પછી એ ફરીથી સાઈકલ લઈને નીકળી પડ્યો અને ખુુશ થઇને ગાવા લાગ્યો, " આજ કલ પાંઉ જમી પર નહીં પડતે મેરેે." 
            કામ પતાવીને ધીરૂ બેકરીએ પહોંચ્યો ત્યારે થેલા મૂકતી વખતે એની નજર રફુ કરેેેેલી જગ્યા પર ગઈ. એ સાથે એને વિચાર આવ્યો કે, સિવણકામમાં સારી કમાણી છેે. વિચાર આવતાની સાથે જ એણે તરત સાઈકલ દરજીની દુકાન તરફ ભગાવી. કેમકે એનું નામ ધીરૂ પણ 
કામ બો ઝડપી. ☺
             ધીરૂએ  દરજીને મળીનેે સિવણકામ શીખવવાની વાત કરી. દરજી એ માટે રાજી થઈ ગયો એટલે એ જ દિવસથી ધીરૂએ કામ  શીખવાનું ચાાલુ 
કરી દીધું. પછી તો એ બેકરીના કામમાંથી નવરો થાય કે 
તરત દરજીને ત્યાં પહોંચી જતો.
             તમને તો ખબર જ છે કે એનું નામ ધીરૂ પણ કામ બો ઝડપી એટલે એ બે જ મહીનામાં બધું કામ શીખી ગયો અને ત્રીજા મહીને તો એણે પોતાની દુકાન 
પણ ચાલુ કરી દીધી.
             પછી ધીરૂએ મન લગાવીને લોકોના કપડાં સીવવા માંડયા અને  એનું કામ બો ઝડપી એટલે એને 
ગ્રાહક પણ મળવા લાગ્યા. ગ્રાહક મળવાથી ધીરૂ ખુશ થઇ ગયો અને શીવવાના સંચા તરફ જોતા તે ગાવા લાગ્યો, " અબ તો હૈ તુમસે હર ખુશી અપની."
              ગ્રાહક વધ્યા એટલે ધીરૂએ ફોન લેવાનુું નક્કી કર્યું. જેથી ગ્રાહકને ફોન કરીને જાણ કરી શકાય. અરજી કર્યા પછી બે દિવસમાં બી.એસ.એન.એલ. વાળા ફોન મૂકી ગયા. એનો નંબર પણ  ધીરૂભાઈના દરજીકામને લગતો  જ આવ્યો. નંબર હતો- ' ૫૨૫૨૫૫૨.'
              તમને થતું હશે કે આ નંબર દરજીકામને લગતો કેવી રીતે થયો ?  કપડાં ફાટે ત્યારે પર...પર.. એવો અવાજ તો તમે સાંભળ્યો જ હશે અનેે ફોન નંબર 
' ૫૨૫૨૫૫૨ 'નું અંગ્રેજી કરીએ તો ' ફાયટુ ફાયટુુ ડબલ ફાયટુ ' થાય. હવે , સમજાયું ને !
                નંંબર આવ્યો કે તરત પેઈન્ટરને બોલાવીને  દુકાનની બહાર ધીરૂએ નંબર લખાવી દીધો. કેમકે  ધીરૂનું કામ બો ઝડપી. નંબર ચાાલુ થયાના અરધા કલાક પછી રીંંગ વાગી. ધીરૂએ રીસીવર ઉપાાડી કાને મૂકયું અને 'હેલ્લો ' એમ કહ્યું. ☎️
              " કોણ  બોલો છો  ?" , સામેથી અવાજ આવ્યો. ????
              " હુું ધીરૂ બોલુું છું. "
              " હા, તો જરા જોરમાં બોલો."????
              એટલે  ધીરૂએ મોટા અવાજે કહ્યું, " હું ધીરૂ બોલું છું. "
              "  અરે ! હવે તો તુું જોરમાં બોલ્યો. "
              " ના, હુું ધીરૂભાઈ બોલું છું. "
              " હા, એ તો હું ફોન બરાબર ચાલે છે કે નહીં તે તપાસતો હતો. "
              ધીરૂ કંઈ બોલે એ પહેલાં ફોન કટ થઈ ગયો. આ રીતે સાંજ સુધી ત્રણેક ફોન આવી ગયા. તેથી એનુંં કામ બગડયું. 
              બીજા દિવસે ધીરૂએ દુકાન ખોલી ને તરત ફોન આવ્યો. ધીરૂએ ફોન ઉંચકયો એટલે સામેથી અવાજ આવ્યો, કોણ બોલો છો ?
              ગઈકાલે આવેલા ત્રણ ફોનને લીધે ધીરૂને ખબર પડી ગઈ હતી કે, કોઈ એને હેરાન કરે છેે. તેથી એણે કહ્યું કે, " હું ધીરૂભાઇ બોલું છું. "
              " ધીરૂભાઇ અંબાણી કે  ? "
              " ના, ધીરૂભાઇ દરજી. "
              " ઓહ ! મારે તો ધીરૂભાઇ અંબાણીનુું કામ
હતું. " 
             " હું તો ધીરૂભાઇ દરજી છું. ", ધીરૂભાઇ આટલુું બોલ્યા ત્યાં તો સામેથી ફોન મૂકાય ગયો. એ દિવસથી ધીરીયો " ધીરૂભાઇ દરજી " થઈ ગયો. 
              એ પછી ધીરૂભાઇ પર હેરાનગતિવાળા ફોન આવતાં બંંધ થઈ ગયાં. પણ ફોનને લીધે ધીરૂભાઇનુું કામ ધીમુું પડયુું. એટલે એણે બીજો સંંચો લીધો અનેે એક જોડીદાર રાખી લીધો. ????
              થોડા દિવસો પછી ધીરૂભાઇ ઉપર એક ફોન આવ્યો, " વત્સ હુું શંકર બોલું છું. "
             " હા બોલો , કપડાંં શીવડાવવાના છેે કે ?"
             " ના વત્સ , હું કૈલાશ પરથી બોલુંં છું. "
             " હા કૈલાશ સોસાયટી મેેં જોઈ છે."
             " અરે ! મૂર્ખ માણસ. હું કૈલાશ પરથી ભગવાન શંકર બોલું છું. "
             કોઈએ હેરાન કરવા ફોન કર્યો છે એવું વિચારીને ધીરૂભાઇએ પૂછ્યું, " અરે ! વાહ, બી.એસ.એન.એલ.વાળા કૈલાશ સુધી પહોંચી ગયા
એમ ને ! "
              " મને એની જરૂર પણ નથી વત્સ. હું ગમે તેની
સાથે ગમે ત્યારે વાત કરી શકુ છું. "
             " સરસ, તો કહો મને શું કરવા ફોન કર્યો પ્રભુ?"
             " તું આખો દિવસ 'શિવ-શિવ' કરે છે એટલે હુું તારી ઉપર પ્રસન્ન થયો છું. માંગ તારે જે માંગવું હોય તે."
            " પ્રભુ તમે પ્રસન્ન થયા તો દર્શન તો આપો."
            " વત્સ એકવીસમી સદીમાં એ સુવિધા અમે બંધ કરી છે. "
            " એનું કારણ શું પ્રભુ ? "
            " કળિયુગમાં અમારા ભકતો વધી ગયાં છે એટલે કામનુંં ભારણ વધી ગયું છે. પણ તું મારો સમયની બગાડ અને જલ્દીથી વરદાન માંંગી લે."
            ધીરૂભાઈનેે તો હસવું આવતું હતું છતાં એણે વિચારીને કહ્યું, " મને સોયમાં દોરો પરોવવાની તકલીફ પડે છે એટલે મને આંગળીમાંં નાની આંખ આપી દો."
          " તથાસ્તુ " , એટલું ધીરૂભાઇને સંભળાયુંં અને સામેેેેેથી ફોન કપાય ગયો. 
          ધીરૂભાઇએ  ફોન મૂક્યો એ સાથે જ એમનાંં જમણા હાથની વચલી આંગળીના ટેરવાં પર નાની આંખ આવી ગઈ. એ જોઈ ધીરૂભાઇ ગભરાય ગયાંં. એમણે પોતાના જોડીદાર મગનને એ આંખ બતાવી. એ જોઈ મગને કહ્યું, " તમે ફોન પર આંખ માંંગી અને આંખ આવી ગઈ તો કોની જોડે વાત કરતાં હતાંં ? "
          " ભગવાન શંકર જોડે " , એમ કહી ધીરૂભાઇએ 
મગનને  બધી વાત કરી. જેે સાંભળી મગને કહ્યું, " શંંકર
ભગવાનની કૃપા થઈ તો હવે મજા કરો."
         *******************************
         બે અઠવાડિયા પછી નજીકમાંં એક મેળો ભરાયો. 
ધીરૂભાઇ પરિવાર સાથે ત્યાંં ગયાં. એક તંબુની બહાર ધોડો ગાતો હોય એવું ચિત્ર દોરેેલું હતું અને નીચે લખ્યું હતું કેે, ધોડો ગાય છે. વિશ્વાસ ન હોય તો ટિકિટ લઇ ખાતરી કરી જુઓ. 
         એ જોઈ મોધીએ કહ્યું, " ચાલોને આપણે પણ આ
ધોડાને જોવા જઈએ. "
        " એવું તો કંઈ હોય ? હુું હમણાં જોઈ લઉં છું." , એમ કહી ધીરૂભાઇએ તંબૂના એક કાણામાં આંખવાળી આંગળી નાંખીનેે જોયું તો અંદર ધોડો અને ગાય એક -બીજાની બાજુમાં ઊભેલાં હતાં. એ વાત ધીરૂભાઇએ મોધીને કહી. 
        " મોધી તરત બોલી, " લોકો કેેેેવી કેવી બનાવટ કરે છે ? ધોડો ગાય છે. આ તો ભગવાને તમને આપેલી આંખને લીધે ખબર પડી. "
         " હા શંંકર ભગવાનનો એટલો આભાર. "
         આ વાત શંકર ભગવાનની સાાથે બેસેલા પાર્વતી માતાએ પણ સાંભળી. તેઓ બોલ્યા, " પ્રભુ  તમારા ભક્તને સમજાવો. લોકો તો બીતાં બીતાં  ડોકીયું કરતાં હતાં પણ આ તો તમારી આપેલી આંખને લીધે આરામથી આંગળીયું કરીને બધું જાણી જાય છે. "
       એટલે બીજા દિવસે ધીરૂભાઇ દુકાને પહોંચ્યા કે તરત શંકર ભગવાને ફોન કર્યો અને કહ્યું, " વત્સ એક વાર વાત થાય પછી હું ફરીથી વાત નથી કરતો પણ તુંં મારા વરદાનનો ખોટો ઉપયોગ કરે છે એટલે મારે તારો સંપર્ક કરવો પડયો છે."
        " પ્રભુ મારાથી શુું ભૂૂૂલ થઈ ગઈ ? "
        " વત્સ કાલે મેેળામાં તેં આંગળીયું કરીને ઘોડાનું 
રહસ્ય જાણી લીધેલું ને ! "
        " હા ભગવાન. હવે એવી ભૂૂૂલ ન કરું, પણ તમેે તમારી કૃૃપા મારા પર બનાાવી રાખજો. "
        " તથાસ્તુ "
        એ  પછી ધીરૂભાઇ ઉપર ભગવાનની એવી કૃપા થઈ કે, શહેરમાં આવ્યાને ૧૫ વર્ષમાં ધીરીયો ધીરૂશેઠ
બની ગયો. આજે એમની મોટી દુકાન છે અને એમાં ૨૦
કારીગર કપડાં શીવે છે. છતાં ધીરૂભાઇ હજુ પણ સંચા પર ' શિવ-શિવ ' કરે જ છે. કેમકે એમને ખબર છે કે,  'શિવ-શિવ ' કરવાને લીધે જ શંકર ભગવાને છાપરું ફાડીને કૃૃપા વરસાવી છે .
        હવે ધીરૂભાઇએ ફોનનું ડબલું કાઢીનેે મોબાઈલ લઈ
લીધો છે. નંબર છે : ૬૫૨૫૨૫૨૫૫૨. નંબરનો મતલબ
" છપર ફાયટુ ફાયટુ ડબલ ફાયટુ. " 
        *********************

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ