વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શબ્દોને શણગારી શકું છું...

વિચારો ને શબ્દોથી શણગારી શકું છું,

લાગણીઓ ને પણ આકાર આપી શકું છું...

આપત્તિના શિક્ષણ થી ઘડાયો છું,

માટે વ્યવહારને દિશા દર્શાવી શકું છું...


ઈચ્છાઓને પણ લગામ લગાવી શકું છું,

સપનાઓના મહેલ પણ બનાવી શકું છું...

આદત નથી કસમ તોડવાની મને એટલે,

આપેલાં વચનો નિભાવી શકું છું...


ઘાયલ મનને આરામ આપી શકું છું,

તુટેલા હૈયાને સમજાવી શકું છું...

એકલતા તારી જાણી તો લઉં છું,

કદાચ એટલે જ તારા મૌનને પામી શકું છું...


ફરી ફરીને એક જ વાત કહું છું,

રાહ પ્રયાસની બદલાવી શકું છું...

એટલું પણ જટીલ નથી પસંદ બદલવું,

છતાં દરેક વખતે આંખો ઝુકાવી શકું છું... 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ