વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણી

લાખોની કિંમતની,હતી લાગણી

ભાવ એનો એક,આનો થઈ ગયો!


સંબંધના સરવાળે,કીધી ગડમથલ

બાદમાં મહંત એ,બીજા નો થઈ ગયો


ઓળખાણે એક દિધી,રાડના કેમ ભૈ?

કંઈ ભી ના બોલ્યો,છાનો-માનો વઈ ગયો!


કોણ સુણે રાડ,એકલા ચાતક તણી?

રાતના ચાંદે તો,એ દિવાનો થઈ ગયો


દિવસે એ ચાંદ,પણ સૂરજ દિશે?

ફેરફાર ફક્ત જુઓ,દિશાનો થઈ ગયો


દિનછે કે રાત તેની,જાણના હવે કંઈ

પારધીનો એ,નિશાનો થઈ ગયો


આ ગીત વિરહના,ગાયછે જુગનું અરે!

કાં મિત્ર મારો સાવ,બેગાનો થઈ ગયો?


વાયરા સંગ એમને,વાવડ મળ્યાં એવા

હતો એકલો હવે હું,બધાં નો થઈ ગયો


રાતના તારા સમાં,ટમકો સદા કેમકે

પહેલાં પંખી હતો હવે,હું ચાંદાનો થઈ ગયો


લાખોની કિંમત થી ઊંચી લાગણી

ને ભાવ એનો એક,આનો થઈ ગયો?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ