વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થયો હું

તારા પ્રેમ થકી હવે પરીપૂર્ણ થયો હું,

તારા દિલમાં સ્થાન પામી શાંત થયો હું.


તારા દરેક સ્પંદનમાં હવે સ્થીર થયો હું,

તારા નાજુક નયનોમાં હવે કેદ થયો હું.


તારા પ્રેમના પર્ણનો પાલવ બન્યો હું,

તારા નામનો હવે સુંદર નાદ બન્યો હું.


તારા શ્વાસે શ્વાસનો પવન બન્યો હું,

તારા સુંદર વિચારનું વમળ બન્યો હું.


તારા પ્રત્યેક પગલાંની છાપ બન્યો હું,

તારા પ્રત્યેક વાક્યનું પૂર્ણવિરામ બન્યો હું.


તારા ઝાંઝરનો મિઠો ઝણકાર બન્યો હું,

તારા કંગનનો મિઠો રણકાર બન્યો હું.


તારા હરએક શબ્દનો અવાજ બન્યો હું,

તારા દિલના રાજનો રાજા બન્યો હું.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ