વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધંધો

ધંધો

“જો ભગા, રોજ આ રીતે રાતે ધુણવાનું, હું તને એક વખતના  સો પૂરા આલીશ. બોલ છે મંજૂર?” જગદિશ ભૂવાએ ભગાની સામે જોઈ ને દાવ ફેકયો.  

“પણ મને તો આમાં બીક બહુ લાગે. તે.. હુ આમ ધુણવાથી સાચે ભૂત ભાગે?” ભગલો બીકમાં બોલ્યે જતો હતો. 

“મને આ ધંધામાં ચાલીશ થયા. આ તો ઉમર અને વધારે કામના લીધે તને પૂછ્યું બાકી માયકાંગલા મને નો ચાલે.” કહી જગો રોફથી ભગાની બાજુમાં શેતરંજી પર બેઠો સ્ટાઈલથી બીડી કાઢી મો માં લગાવી બાકસ શોધતો હતો ત્યાં હવાની લહેરમાંથી લાઇટરનો પ્રકાશ જગાની બીડી સળગાવી ગયો.  

ભગો હજુ કઈ સમજે  એ પહેલા શેતરંજીએ તેને ગરમ પાણીનો અહેસાસ કરાવ્યો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ