વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એવું કેમ ચાલે...???

તારા ઇન્તેઝારમાં હોય,

આખો દિવસ કઇ રીતે નીકળે,

એ તો તું મારા હૃદય ના ઊંડાણ માં,

એક ઝાંખી કરી ને જો,

ફક્ત એક જ આસ હોય આ દિલ ને,

રાત પડે ને તારી સંગાથે,

પ્રેમનો વાર્તાલાપ થાય,

એમાં પણ...

એક જ મિનિટ ના,

નજીવા અંતરાળ માં,

તું સુઈ જાય,


તો એવું કેમ ચાલે...???




ખબર જ હોય આ ચંચળ મન ને,

કે તું થાકેલો છે,

ગાઢ નિંદ્રા તને ઘેરી વળી છે,

છતાં પણ...

કલાકો સુધી હું તને ફોન કરું,

એક જ વાટ માં,

આ ફોન તો ઉપડશે જ,

એક ફોન આખરે ઉપડે,

અને તું ગુસ્સો કરે,

ત્યારે તું મારા હૃદય ને પૂછ,

કેટલા અરમાન હતા આખા દિવસ ના,

એ બધા આંસુઓ થકી નીકળી ગયા,

ફક્ત તારા ગુસ્સા ના લીધે,


તો એવું કેમ ચાલે...???


                                                          Angel(Dhingli)...💐

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ