વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આપઘાત મહાપાપ

મારા પિતાશ્રી ડોક્ટર હતા. તેમની નોંધની કોઈ ડાયરીના પ્રથમ પાને સ્વામી વિવેકાનંદનું વાક્ય લખેલ - તમે ટીકાકારોને બોલતા બંધ ના કરો પણ તમે એવું વર્તન કરો કે લોકો તેની વાત માને નહીં.


આજ પણ આ વાક્ય મને ખૂબ જ ગમે છે. 'ટીકાકારો' ને બહિર્ગોળ લેન્સથી જોશું તો તેમાં મેણા-ટોણા મારવાવાળા, નિંદકો, ઈર્ષાળુઓ, બેજવાબદાર લોકો, કમજોર અને ડરપોક વ્યક્તિનો સમુહ જોવા મળે છે. આટલા બધા એકસાથે મળીને એક વ્યક્તિ પાછળ પડી જાય તો સ્વભાવિક હતાશા (ડિપ્રેશન) આવે, આગળ વધતા આપઘાત કરી શકે. આપઘાત વિશે મર્મસ્પર્શી વાત જણાવતા પહેલા એ જણાવવું જરૂરી છે કે ચારિત્ર્ય, સચ્ચાઇ, ઇમાનદારી વગેરે ગુણો વિકસાવનારની ગતિ આકાશ તરફ થવાની અને પેલા નિર્બળ લોકોની ફોજ ઊંડી ઊંડી ખીણમાં ઉતરતી જશે જ્યાં માત્ર અંધકાર હશે, અજ્ઞાનતા હશે. ચાલો, 'આપઘાત' શીર્ષકને યાદ રાખી આસપાસ નજર ફેરવીએ.


મનુષ્ય એ તમામ પશુ - પક્ષી કે અન્ય વર્ગ કરતાં બુદ્ધિશાળી છે તેમાં શંકા નથી. પશુ-પક્ષી વગેરેને આપઘાત કરતા જોયા છે ? જવાબ 'ના'  હશે.તેઓ વર્ષની તમામ ઋતુઓનો સામનો ભૂખ્યા-તરસ્યા રહીને કરતા હોય છે છતાં આપઘાત કરતા નથી. હા, ડરના માર્યા અહીં તહીં ભાગમભાગ કરે છે અને ગીચ ઝાડીમાં ફસાઈ જાય કે ઊંડા કૂવા કે ખીણમાં ગરકાવ થઈ જાય પણ મોત સામે ઝઝૂમે છે. આપણે આપઘાત કરીને મોતને વહાલુ કરીએ છીએ.


મનુષ્યાવતાર દુર્લભ છે તેથી આપઘાતને 'મહાપાપ' સમજો અને તેમાંથી બચાવનાર મહાપુણ્યનું કાર્ય છે તેથી દેશ-વિદેશમાં આપઘાત નિવારણના હેલ્પ સેન્ટર શરૂ થયા છે. હવે મારે મર્મસ્પર્શી વાત કરવી છે.


ઇ.સ. ૧૯૭૭માં ગઢસીસા હાઈસ્કૂલમાં ભણતો ત્યારે જે વાત સાંભળી હતી તે ઘણાને રૂબરૂ-ફોનથી જણાવી, સૌ ખુશ થઈ ગયા. તે વખતે સાહેબ જે તે સ્થળ અને જે તે વ્યક્તિના નામ જણાવેલ નહીં તેથી જણાવતો નથી પણ સત્ય ઘટનાનો સાર જણાવું છું.


અમેરિકાના અમુક શહેરમાં 'આપઘાત સહાય કેન્દ્ર' શરૂ થયેલ છે પણ તેમાં શરત એ હોય છે કે વિચાર-વિમર્શ કરનાર વિવિધ ક્ષેત્રના ધુરંધર સાથે આપઘાતના સચોટ કારણ બાબતે પ્રશ્નોતરી કરવી પડે છે. તે ટીમ ખૂબ જ  સમજાવવાનો પ્રયત્ન કરે છે, હજી સુધી દરેક મુલાકાતી સમજી ગયા છે તેવો દાવો છે. કદાચ કોઈ ન સમજે તો તેને આપઘાત કાર્યમાં મદદરૂપ થાય છે. તે વિશાળ હોલના વિવિધ રૂમમાં માનસશાસ્ત્રના નિષ્ણાત સાથે ચર્ચા થાય છે. તે હોલની પાસે એક ઊંચી સીડી હોય છે તેમાં ઓટોમેટીક બટન હોય છે. આ કેન્દ્ર સમુદ્ર કિનારે છે અને કિનારા પાસે ખૂબ જ મગર વગેરે હિંસક પ્રાણીઓ ફરતા જોવા મળે છે અર્થાત્ તે દરિયાના પાણીમાં પુષ્કળ મગર રહે છે. કોઈ દુરાગ્રહી વ્યક્તિ ન માને તો તેને સીડી પર ઝડપથી ચડવાની પરવાનગી અપાય છે અને અચાનક કોઇ પગથીયું ખેંચી લેવાય છે અને બેલેન્સ ગુમાવીને તે વ્યક્તિ ખૂબ જ ઊંચાઈથી દરિયા કિનારાની ખડકાળ જમીનમાં પટકાય છે અને અમુક મિનિટમાં મગરો તેને ફાડી ખાય છે.થોડી મિનિટમાં ખેલ ખતમ... હજી સુધી કોઈ વ્યક્તિ તેઓની સલાહ ન માનીને આપઘાત કર્યો હોય તેવો દાખલો નથી.


મૂળ ભારતના કોઈ જિદ્દી બેને કોઈ કારણસર આપઘાતનું નક્કી કર્યું અને સેન્ટર પર ફોન કરેલ. મધુર વાણીમાં 'વેલકમ' કહ્યું. તે બેનને દરેક નિષ્ણાતે સમજાવવાના ખૂબ ખૂબ પ્રયત્ન કર્યા પણ અફસોસ! બેન જકડી રહયા. દરેક દલીલના જોરદાર જવાબ આપ્યા જ કર્યા... આપ્યા જ કર્યા... નિષ્ણાત ટીમ માટે કલંક સમાન ઘટના ઘટવાની તૈયારી થઈ રહી હતી તેથી સૌ ખૂબ જ ચિંતિત હતા. અચાનક કોઈ વયોવૃધ્ધે ફરી પેલા વિચિત્ર સ્વભાવના બેનને બોલાવીને પૂછ્યું કે - બેન ! તમે ભારતીય છો પણ ભારત જોયું છે? જવાબમાં 'ના',  કારણ કે મારો જન્મ અમેરીકામાં થયો છે. વડીલો વર્ષોથી અમેરિકા આવી ગયા છે.


બીજો પ્રશ્ન, "તમને ભારત પ્રત્યે ગૌરવ તો હશેને?"

જવાબ 'હા', સમય - સંજોગોને લીધે ભારત જોયું નથી.


ત્રીજો પ્રશ્ન, "અમે અને અન્ય દેશના લોકો ભારત જઈએ છીએ. સાંભળ્યું છે કે પતિતપાવની ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે. તમે સ્નાન કર્યું ?તાજમહેલને દુનિયાની અજાયબીમાં સ્થાન મળ્યું છે. તમે મુલાકાત લીધી? અરે! હિમાલય અને ગિરનારની સિદ્ધિભૂમિમાં જઈને થોડો સમય ધ્યાનસ્થ થયા છો ?"


જવાબ 'ના', 'ના', 'ના.' મનની શાંતિ માટે દુનિયાની દોટ ભારત તરફ છે અને તમે ભારતીય હોવા છતાં અશાંતિની આગમાં જલી રહ્યા છો અને આપઘાતનું વિચારો છો. અમારી વિનંતી છે કે પહેલા ભારતની મુલાકાત લઇ તેના દર્શન કરો પછી જરૂરત લાગે તો અમારા સેન્ટરની ફરી મુલાકાત લેજો. કહેવાની જરૂરત નથી કે પેલા બહેન આપઘાત સહાયક કેન્દ્રના પગથીયા ચડવાને બદલે થોડા દિવસ પછી ભારત આવનાર વિમાનના પગથિયાં ચડવાનું શરૂ કર્યું, વારંવાર ભારત આવતા રહ્યા.


હવે થોડી ડરામણી વાત જણાવવી જરુરી લાગે છે. ગિરનારના સિદ્ધસંત પ.પૂ.પુનિત બાપુશ્રીના સત્સંગમાં સાંભળ્યું છે કે - જે આપઘાત કરે છે તેને પ્રેતયોનિ જવું પડે છે. ત્યાં તેનું પેટ ગાગર જેવું મોટું અને માથું સોયના નાકા જેવડું નાનું બની જાય છે અને સતત એક હજાર વર્ષ સુધી ત્રાહિમામ ત્રાહિમામ કરીને ભટક્યા કરે છે. કોઈ સમર્થ ગુરુની કૃપા કે શાસ્ત્રોક્ત યોગ્ય વિધિથી તે પ્રેતયોનિમાંથી મુક્તિ મેળવે છે. જીવતા હશો તો હજી કોઈ સહાય કરશે પણ મૃત્યુ પછી આપઘાત કરનાર પોતે પરેશાન થશે અને અન્યને પરેશાની આપશે.પિતૃઓ કોઈને નડતા નથી. તેઓ સદા આશીર્વાદ આપે છે પણ પ્રેતાત્મા મુક્તિ માટે ફાંફા મારે છે અને પરેશાની પેદા કરે છે.


વિચારો, આપઘાત માટે મજબૂર બનાવનારની અંદાજે પંદરેક પેઢી (૧૦૦૦ વર્ષ)નું નખ્ખોદ નીકળી જાય છે તેથી જરૂરતમંદને તનથી- ધનથી - જ્ઞાનથી મદદરૂપ બની આપઘાતથી બચાવો.


આપઘાત એ કાયદાકીય ગુનો છે તેથી ગુનેગારને અને તેમાં મદદરૂપ થનારને ભયંકર સજા થાય છે. કદાચ કોઈ આ સરકારની સજાથી બચી જશે પણ ઉપલી સરકારી સજામાંથી બચવું અશક્ય છે છે અને છે જ.


Dr. Bipin Chothani

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ