વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમપત્ર...

કાશ એક વાર એ કાગળ મને  લખે ,

એની યાદ માં છે કોરી મારી આંખ..

પ્રેમ નામનો વાદળ લખી ને મોકલે.. કાશ એક વાર એ  કાગળ મને લખે..


હોય ભલે સાવ ઝાંઝવા સમુ,

આંસુ ના બહાને એક છળ લખી ને મોકલે..

કાશ એક વાર એ કાગળ મને લખે...


ફૂલ ભલે ન હોય  કાગળ માં..ઝાકળ જેવું સ્મિત એક મોકલે..

કાશ એક વાર એ કાગળ મને લખે...


એની યાદો ના સહારે બેઠી છું વિરહ ના અંધકાર માં,

ભલે પલભર નું મિલન લખી ને મોકલે..

કાશ એક વાર એ કાગળ મને લખે...


પારુલ ઠક્કર "યાદે"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ