વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદી ઝરમર

વરસાદ એટલે મારા વરનો  સાદ, 
મને રહી રહીને આવે છે તમારી જ યાદ ! 
  
કરું છું તમને એક જ ફરિયાદ, 
જીવ ઝંખે છે તો ફક્ત મારા 'પ્રિય'નો સાથ. 
  
સુખ દુઃખનાં ગુણાકાર ભાગાકાર કરીને કરીશું એક એક મુશ્કેલીઓ બાદ, 
ચાહું છું તો બસ જીવનભર તમારો સંગાથ. 
  
ઝૂમીને આ મૌસમમાં રાખવો છે તમારા હાથમાં હાથ, 
તમે નથી અહીં એનો જ તો છે આ વિષાદ. 
  
ભલે ને છે આકાશમાં આજે છે અમાસ, 
મને આખા બ્રહ્માંડમાં તમે જ દેખાઓ છો મારા ચાંદ. 
  
પ્રેમનો રંગ પૂરીને શરુ કરીએ આપણી અનોખી શરૂઆત, 
નાની આપણી આ દુનિયા આવો કરીએ આબાદ ! 
 
જયારે જળબિંદુઓ રચી રહ્યા છે આ નવો સંવાદ, 
કર્ણપટલે અથડાય છે લાગણીનાં સ્વરોનો નાદ. 
 
મોર ટહુકી ટહુકીને કરે છે ચાહતનો સાદ, 
તો કેમ ના જાગે હૃદયમાં અઢી અક્ષરનો ઝંઝાવાત ? 
 
આ છે તમારો ને મારો વરસાદ, 
આપણો વરસાદ, મારા વરનો સાદ. 

 

- ભક્તિ શાહ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ