વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કરી છે!

કરતો આવ્યો છું દિલથી બધું, આજે તારી અવગણના પણ દિલથી જ કરી છે

સમય આપવા આવ્યો હતો, પછી ખબર પડી કે તે એની  ગણતરી ચાલુ કરી છે


ધૂપની જેમ ખૂબ બળ્યો છું, પણ હવા તો ફરી પાછી ફિક્કી જ પડી જાઈ છે 

રીઝવતા રીઝવતા થાકી ગયો, આપણે પણ તેને પકડવાની ભૂલ કર્યા કરી છે


તમન્ના દિલને દરિયો બનાવવાની રાખી હતી, મજબૂરીમાં તે તો પથ્થર બન્યું છે 

દરિયાનો ઉત્પાત ઝીલાયો નહિં, પણ પથ્થરમાં પરિમલની કૂંપળ ફૂટતી કરી છે


શ્વાસમાં હૃદયની સુરાવટની પ્રતીતિ થઈ જાય, આપણે તો એટલામાં રાજી

આમ સંકોચાઈને ક્યાં સુધી જોશો, ફક્ત હસવાની તો દરખાસ્ત કરી છે


દિલ કને દિલ રાખ્યું છે અને આંખમાં આંખ મિલાવવાનો રાખ્યો છે રુઆબ

ફક્ત સત્ય સામે ઝૂકી જવાની–આજ ખુદ્દારીની આપણે માવજત કરી છે                           

  -વિક્રાંત એસ. શાહ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ