વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારા

 

 

 

તારા  

 

[પુરેપુરી સત્ય ઘટના. નામ પણ નથી બદલાવ્યાં. બસ સ્થળ નું નામ નથી લખ્યું.]]


સાતસો વસ્તી વાળું એક ગામ. સારી નરસી વાતો ફેલાતા વાર ના લાગે. સારી વાત જે સૌ જાણે એવી એક વાત એટલે તારા. પબાકાકા ની એક દીકરી તારા. તારાને જન્મ દેતા જ એની માં એ આ દુનિયા મૂકી એને એકલી મૂકી સ્વર્ગની વાટ પકડી. પબાને બધાએ ખુબ સમજાવ્યો કે બીજા લગન કરી લે, પણ એ એક માંથી બે ના થયા. એ વાત થી ડરતા કે સાવકી માં તારાને ન સાચવે તો? એ ડરમાં એણે એની જુવાનીના સોળ વર્ષ કાઢી નાખ્યા. તારા સોળ વર્ષની થઇ. રૂપ અને ગુણ મરતી માં એ હાથમાં સોંપતી ગઈ હોય એમ તારાનો રૂપ સોળે કળાએ ખીલ્યો, અને ગુણ આખા ગામમાં વખણાતા. 
                                            પબાકાકા નો કામ લુહારનો. લોઢાને તપાવી એમાંથી સળીયા બનાવતા. એમાં થી જે મળતું બે બાપ દીકરી સંતોષથી ખાતા. એક વાર પાણી ભરીને આવતી દીકરીને દૂરથી જોઈ પબાકાકાને એની પત્નીની યાદ આવી ગઈ. જૂની યાદોમાં ખોવાઈ ગયા, બાપુ બાપુના અવાજથી વર્તમાનમાં ફર્યા. ઝબકીને તારા સામે જોયું તો એના માં ની જ છબી સામે ઉભી હતી જાણે, 'બાપુ  હાલો વાળું કરી લ્યો.' 'હા બેટા ચાલ' કહી પબાકાકા એની પાછળ હાલ્યા. તૂટેલી સાદડી પાથરી અને પબાકાકાને જમવાનું પીરસી એની બાજુમાં બેઠી તારા. પબાકાકાએ એની સામે જોઈ કહ્યું, દીકરા તું પણ વાળું સાથે જ કરી લે.' તારાએ જવાબ વાળ્યો, બાપુ મેં હમણાં જ પેલી ગોમતીએ એના વાળાની પાકેલી બદામ આપેલી એ ખાધી. હું તો મોડેકથી વાળું કરી લઇ. તમ તમારે જમો બાપુ. પબાકાકાએ જમવાનું પતાવી બાર ખાટલામાં આડા પડ્યા. ગમછો પાછા લેવા આવ્યા તો જોયું કે અડધી રોટલીથી તારા પોતાનું પેટ ભરી રહી હતી. બંનેની નજર એક થઇ. વાત બદલાવતા તારા બોલી, 'બાપુ ભૂખ તો છે જ નહિ. આતો ફેકવી મને ગમે ના એટલે.' પબાકાકા સમજી ગયા કે આજે પાછું રાસન પૂરું થયું છે અને દીકરી તારા હંમેશની જેમ બધું છુપાવી રહી છે. ખીચામાં એક રૂપિયો હતો અને દોલતના નામે એક રૂમ વાળી ઝૂંપડી સામે ઉભી હતી. 
                                                આજે પબાકાકાને ઊંઘ ના આવી. જીવન આખી મહેનત કરી. લોઢા સાથે પોતે તપતો આવ્યો. એક ગામથી બીજા ગામમાં સળિયા ઉપાડીને જતો અને આવતો ક્યારેય કોઈ ગાડાં માં બેસીને રૂપિયો ખર્ચ્યો નથી. તો પણ દીકરીને એક ટંક પેટ ભરીને રોટલી પણ સુખની ના આપી શક્યો. કાલે એનું આણું વારવાનું આવશે તો કેમ વાળીશ? ચિંતામાં ને ચિંતામાં પબાકાકા ની આંખમાંથી ચોધાર આંસુ વહ્યા. 'હે ત્રિકમજી, ક્યારેય કોઈનું બૂરું કર્યું તો દૂર ઇરછ્યું પણ નહિ. પોતાના બધા શોખ ઇરછા મારી, આ મારી વહાલસોયી દીકરી માટે, અને આજે મેં પેટ ભર્યું અને દીકરી ભૂખી સૂતી છે. ત્રિકમજી ક્યાં પાપ ની સજા મળી રહી છે, જો સજા દેવી હોય તો મને આપ, મારી દીકરીને આમ ભૂખી ના સુવડાવ. એક માવતરની એના છોકરાઓ માટે થતી ભીની આંખ બહુ મોટો શ્રાપ હોય છે ત્રિકમજી. તમેં પણ નહિ છૂટી શકો. ત્રિકમજી.....''''ઓશીકું ભીંજાતું રહ્યું અને પબાકાકાની આંખ મીચાઈ ગઈ. પણ ત્રિકમજીની આંખ હજુ પણ ખુલી જ હતી.
                                                બીજા દિવસે મુંબઈથી દેવ દર્શને આવેલા એક પરિવારની ભેટ તારા સાથે કુવા પર થઇ. દૂર સુધી હાંડો ભરીને નીકળી ગયા બાદ પણ એ પરિવારને પાણી આપી તૃપ્ત કર્યા. અને પાછી કૂવે પાણી ભરવા માથા પર એક સર નાખ્યા વગર હસતા મોઢે ગઈ. દીકરીનું એક લક્ષણ એની આખી પ્રતિભાથી વાકેફ કરાવી દેતું હોય છે. પૂછતાં પુછતાં પબાકાકાના આંગણે આવી બધા ઉભા. પબાકાકા હજુ પણ કામમાં વ્યસ્ત ભઠ્ઠીમાં લોઢું તપાવી રહ્યા હતા. બાજુમાં વાલજીકાકાએ રાડ પાડી ત્યારે પબાકાકાનું ધ્યાન ગયું. અચાનક આટલા બધા મહેમાન? એમણે દોડીને હાથ ધોઈ બધાને આવકાર્યા. ખાટલો ઢાળી બધાને પ્રેમથી બેસાડ્યા. દૂર ઉભી એમની મસમોટી ગાડી જોઈ એ થોડા ગભરાઈ ગયા. આજુબાજુ વાળા પણ છુપી છુપીને જોવા લાગ્યા. તારાએ બધાને પાણી પાયું, અને ઓઢણીમાં છુપાવતી મોટો કળસીઓ લઇ બાજુવારાની ઘરમાંથી દૂધ લઇ આવી અને બધાને ચા પીવડાવી. ગામના સરપંચ પણ આવી બેઠા. બધા વાતોએ વળગ્યા. સજ્જન દેખાતા એક સ્ત્રીએ વાત શરૂ કરી. હું દેવકી અને આ મારા પતિ હસમુખભાઈ. પબાકાકાએ બે હાથ જોડી ત્રિકમજીને પ્રણામ કરતા હોય એમ હાથ જોડ્યા. પોતે નીચે પટમાં બેસી ગયા.. આ મારો મોટો દીકરો જતીન અને એની પત્ની માયા. બને એ પબાકાકાને પ્રણામ કર્યા. અને આ મારો બીજો  દીકરો ખુશાલ. એણે પણ પબાકાકાને પ્રણામ કર્યા. તારા અંદર ઉભી બધું સાંભળી રહી હતી. બાજુમાં રહેતા મધુકાકી ચુપચાપ ચેવડો લઇ આવ્યા અને તારાને આપ્યો। એણે થોડો થોડો બધા ડીશમાં નાખ્યો. મધુકાકી બધાને હાથમાં રાખી જબરદસ્તી ખાવા માટે મન/વતા હતા. પોતાના દીકરાને રસોડામાં બોલાવ્યો અને દસની નોટ મુકતા કઈ લેવા દોડાવ્યો અને તારાની બાજુમાં આવી બોલવા લાગ્યાં, કદાચ શહેરવાળાને ચા માં બિસ્કિટ જોતા હોય તો? આ બાજુ પાડોશમાં રહેતા રેહાનાબેન  દોડી સાકળ મોકડ માં બેઠેલા બધાને બીજો ખાટલો અને બીજી બે ખુરશી આપી વ્યવસ્થિત બેસવા. હસમુખભાઈ બધું નજરથી જોતા હતા. અંદર અંદર વાતો કરવા બદલે હાથથી હાથ મિલાવી બધાને કામ કરતા જોઈ સમજી ગયા કે સાચા સરનામે આવ્યા છે.
                                હસમુખભાઈ એ વાતનો દોર પકડતા કહ્યું, ''પબાભાઈ અમે બધા મુંબઈથી દેવ દર્શને નીકળ્યા હતા. આ મારો પરિવાર. મુંબઈમાં અમારો કપડાનો વેપાર છે. બહુ મોટો નથી પણ એટલો છે કે રોટલો અને ઓટલો બને છે, ઉપરવાળાની કૃપાથી બધું બરાબર છે. તમારી તારાને જોઈ અને ગામમાં એના વખાણ સાંભળી અમને તમારી દીકરી તારા ભાવિ ગઈ, અમારા ખુશાલ માટે. પબાકાકા તો જોઈ રહ્યા. હસમુખભાઈના ગળામાં પહેરેલી સોનાની ચેનના  પેંડલમાં લટકતા હીરા જડિત  શ્રીનાથજી પર આથમતા સૂર્યના કિરણો પડતાં એનો પ્રકાશ પબાકાકાના આંખમાં પડતા એમની આંખ અંજાઈ ગઈ એમણે આંખ બંધ કરી નાખી જાણે હસમુખભાઈ નહિ પણ ખુદ ત્રિકમજી બોલતા હોય એમ એમને લાગ્યું. એમણે આંખ ખોલી તો સંવેદના અને ચિંતા સાથે આંખના આંસુ પણ બહાર આવી ગયા. થોડી વાર વાતાવરણ શાંત રહ્યું બધા વિચારતા હતા. એ માંડ બોલી શક્યા. 'માઇ બાપ, મારી દીકરી તારા!!! '' હસમુખભાઈ હજુ પણ હાથ જોડી બેઠા હતા. એમણે ડોકું હલાવી હા કહ્યું, '''માઇ બાપ, મારી દીકરી તો આ ગામડા માં મોટી થઇ. બે ચોપડી ભણી, ઘર કામમાં હોશિયાર, પણ તમે શહરીને આ મારી કમળ જેવી દીકરી ના ફાવે, એ તો સાદગીની મૂર્તિ, તમારા શહેરમાં આ મૂર્તિના ચાલે. હસમુખભાઈ હસ્યાં. એમણે કહ્યું, અમે જાણતા જ હતા તમે એમ જ કહેશો. અમે તો માત્ર તારા જોઈએ તો પણ તમારા મન શાંતિ માટે આપણે એક કામ કરીએ કે તારા અમારી અમાનત સમજી તમે સાચવો. યોગ્ય સમયે અમે એને લઇ જઇશુ. સરપંચ બોલ્યા, યોગ્ય સમયે એટલે?? દેવકીબેન બોલ્યા, યોગ્ય સમયે એટલે કે તારા હજુ સોળ વર્ષની છે. આપણે હમણાં દૂધ પી ને વાત પાકી કરીએ. લગ્ન લાયક થતા જ આપણે બંનેના લગ્ન કરાવી દઇશુ. પબાકાકા બોલ્યા, 'બેન મારે તો એના આણા માટે પણ હમણાં કઈ નથી.....વચ્ચે જ હસમુખભાઈ બોલ્યા. અમને કઈ નથી જોઈતું ભાઈ. બસ સંસ્કારી દીકરી આજના જમાનામાં મળે તો ગંગા નાહ્યા. ઈશ્વરની કૃપાથી મારા બને દીકરા ડાહ્યા અને સમજુ છે મા બાપનું માન  જાળવે છે. જેમ જતીન માટે અમે માયા જેવી વહુના રૂપમાં દીકરી મળી એમ જ તારા પણ અમારી ઘરની દીકરી બનીને જ રહેશે. અંદર ઉભી તારા રડી રહી હતી, મધુકાકી માથે હાથ ફેરવી કહી રહ્યા હતા, ''નસીબ ખુલતા વાર નથી લાગતી. જો કહ્યું હતું ને'' સરપંચને બધું સમજાવી કહ્યું કે એક વાર વાત નકી થાય એ પછી તમે અને પબાભાઈ તારાને લઇ મુંબઈ આવો અને ઘર કારોબાર જોઈ જાવો. તમારી દીકરી અમે લઇ જઈ છીએ તો એટલો હક તો તમારો પણ છે. સરપંચે બધા માટે જમવાની વ્યવસ્થા કરી અને સુવાની પણ. મોડેક થી ખુશાલ અને તારા બને મળ્યા. ખુશાલે પૂછ્યું, તમે ખુશ તો છો ને. પહેલી વાર એને કૂવે પાણી પીવડાવતા તારા અને ખુશાલની નજર એક થઇ હતી. હૃદય એક વાર ધબકવાનું ભૂલી ગયો હોય એમ તારા ખુશાલને જોઈ રહી, પણ મર્યાદા માં જ એણે નજર ઝુકાવી લીધી અને એ ઝુકેલી મર્યાદા ખુશાલને ગમી ગઈ. રાતે જયારે ખુશાલનો સવાલ સાંભળ્યો તો તારા રડી પડી, ખુશાલ ગભરાઈ ગયો, એણે વાત સંભાળતા કહ્યું, કઈ વાત હોય તો કહો મને.'' તારા રડતા જ બોલી, મારે મારા બાપુને મૂકી નથી જવું.'' ખુશાલ હસી પડ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. તારાની બધી બહેનપણીઓ આવી અને હસી મજાક કરવા લાગી. પબાકાકા તો બધાના આવ્યા ત્યારથી હાથ જોડીને બેઠા અને ઉભા હતા. હસમુખભાઈ એ જોર કરી પોતાની સાથે જમવા બેસાડ્યા હતા. સરપંચ નેક માણસ હતા એમની આંખમાં પણ આ દ્રશ્ય જોઈ પાણી આવી ગયા. એમણે ઘણી વાર પબાકાકાની મદદ માટે રૂપિયા આગળ કર્યા હતા પણ પબાકાકા ક્યારે પણ હાથ નહતા કર્યા. સરપંચને લાગ્યું કે ઉપરવાળો બધું જોવે જ છે. મોડે સુધી વાતોની મહેફિલ જામી હતી. બધા ખુશ હતા. દૂર સરપંચના ઘરની બારીમાંથી હસતી  તારાને જોઈ પબાકાકા ની આંખમાં આંસુ આવી ગયા, ત્રિકમજીને યાદ કરતા એ બોલ્યા,'ત્રિકમજી, તે જોયું મારી સામે જોયું મારા વહાલા.' વહેલી સવારે બધા મુંબઈ માટે રવાના થયા. તારા અને પબાકાકા સીમ સુધી વળાવા ગયા. એક અઠવાડિયામાં જ બધાની ટિકિટ આવી. ટ્રેનમાં બેસી પબાકાકા તારા અને સરપંચ મુંબઈ રવાના થયા. જતીન અને ખુશાલ બને આવ્યા હતા બધાને સ્ટેશને લેવા. મુંબઈની ઊંચી ઊંચી ઇમારત અને ગદળીને જોઈ બધાના મોં ખુલા રહી ગયા. ઘરે પહોંચ્યા. માયા બધાનું સ્વાગત કરવા જ ઉભી હતી. હસતા મોઢે બધા ઘરમાં પ્રવેશ્યા. ઘર જોઈ બધા આભા રહી ગયા ત્યાંથી જમીને બધા કપડાંની દુકાને ગયા. મોટો વેપાર હતો. ઢગના ઢગ પડ્યા હતા. કેટલાય મજુર કામ કરી રહ્યા હતા. વળતે તારાએ જોયું કે ત્યાં બઘી છોકરીઓ તૈયાર થવામાં અને બોલવામાં એક છટા ધરાવે છે. મેકઅપ કરી બની ઠનીને ફરે છે. આ બધા સામે તારા પોતાને ગામડાની ગવાર સમજતી હતી. ઘરે પહોંચતા જ માયા એને રૂમમાં લઇ ગઈ અને સરસ સાડી પહેરાવી તૈયાર કરી નીચે લઇ આવી તારાના રૂપમાં ચાર ચાંદ લાગ્યા. નીચે આવ્યા ત્યારે ઘણા મહેમાન આવી પહોંચ્યા હતા. હસમુખભાઈ એ પબાકાકા અને તારાને ઓળખાણ કરાવતા કહ્યું આ મારા મોટા ભાઈ અને મારા ભાભી આ મારા નાના બહેન અને મારા બનેવી. અને આ જે બેઠા છે એ બધા એમનો પરિવાર. ઘર આખો ભરાઈ ગયો હતો. પબાકાકાના હાથ પાછા જોડાઈ ગયા હતા અને બધા સામે જોઈ પ્રણામ કરતા હતા રામ રામ કરતા હતા. તારા બધાને પગે લાગી રહી હતી. ખુશાલ દૂર ઉભો તારાને જોઈ રહ્યો હતો. રાતના ભોજન પછી દેવકીબેન તારાને કામ કરતા અને એક એક વાત માયાને પૂછી પૂછી કરતા જોઈ નિરાંતનો શ્વાસ લીધો. બીજા દિવસે બધા પોતાને ગામ જવા રવાના થયા. હસતા મોઢે અને આંખમાં નમી સાથે બધા છુટા પડ્યા. ગામ આખામાં તારા અને એના નસીબના વખાણ થવા લાગ્યા. વગર માંની દીકરીને ઘર મળી ગયું. બે અઠવાડિયામાં ખુશાલ આવ્યો. અને તારા માટે ઘણી ભેંટ સોગાદ લાવ્યો. જયારે બને જણા વાત કરી રહ્યા હતા ત્યારે વાત વાતમાં તારા એ કહ્યું કે એને ભણવાનો ખુબ શોખ છે પણ ઘરની પરિસ્થિતિ ને કારણે એ ભણી ન શકી. એણે એ વાત સ્વાભાવિક રીતે કરી હતી. બીજા દિવસે ખુશાલ ગયો અને એક ફોન આપતો ગયો. અને વાત કેવી રીતે કરવી શીખાડતો ગયો. બે જ દિવસમાં એક ગાડી આવી ઉભી તારાના આંગણે. પબાકાકા અને તારા બહાર આવ્યા. એક સજ્જન બહેન બહાર આવ્યા. તારા વિચાર કરવા લાગી કે કોઈ પરિચિત નથી. એમણે પોતાનો પરિચય આપતા કહ્યું,' હું સુગંધા. બાજુના ગામમાંથી આવી છું. તારાને ભણાવા માટે. પબાકાકા અને તારાની આંખમાં ઝરઝરિયા આવી ગયા. નવો અધ્યાય શરૂ થયો તારા એ જે કઈ પણ શીખ્યું હોય એ રાતે ખુશાલ ફોન પર જાણી લેતો.
                                                  આમને આમ ચાર વર્ષ થયા. બને એકબીજાની સજ્જનતાથી ધરાયેલા હતા. ખુશાલ અને તારાના લગ્નના મુરત લેવાયા. બધા ફરી એક થયા અને લગ્નની તૈયારીમાં જોડાયા. પબાકાકાને ખબર પણ ના પડી કોણે કયું કામ કર્યું ક્યાંથી કર્યું!!! સાક્ષાત ત્રિકમજીએ પ્રસઁગ હાથ ધર્યો હતો. વિદાઈ થઇ દીકરી અને બાપ ચોધાર આંસુએ રોવે છે. ખુશાલે બને ને વચ્ચે પડતા કહ્યું. ,''તારા ના પહેલા શબ્દો પહેલી મુલાકાતના એ હતા કે મારે મારા બાપુને મૂકી ક્યાંય નથી જવું. આજે તારાને અને તમને એ જણાવું છું કે મેં મારો કાપડનો નવો કારોબાર આ રાજ્યમાં ચાલુ કર્યો છે અને બાજુના અમારા વતનમાં જ અમે એટલે કે તારા અને હું રહીશું. એટલે તારા તમને ગમે ત્યારે મળવા આવી શકશે. તમે એકલા નથી બાપુ. પહેલી વાર ખુશાલે પબાકાકાને બાપુ કહ્યું, પબાકાકા દોડીને હસમુખભાઇ પગે પડી ગયા. હસમુખભાઈ એ કહ્યું કે તારાના અમારા પરિવારમાં પગ પડતા જ ચાર ઘણા માંથી આંઠ ઘણો કારોબાર થયો અને એટલે નવા પાયા ખોદાવા માટે તમારા સાથ ની પણ જરૂર પડશે। બાળકો તમારા માર્ગદર્શને હશે. ઉભેલ બધાની આંખો માં પાણી હતું. લક્ષ્મી સરસ્વતી અને અન્નપૂર્ણા બધાની સાક્ષાત તારા પોતાના નસીબ માટે બાપુ સામે જોઈ રહી હતી. અને પબાકાકા ત્રિકમજીને..................

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ