વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અફવા...

અફવા ઉડી છે‌ કે બદનામી હવે રૂડી છે,

પોઝિટિવ શબ્દથી હાલ દુનિયા ડરી છે...

આક્રોશ નું કારણ શું શોધું હવે જ્યારે,

શબ્દકોષ બદલવા નવા જ શબ્દો ની જરૂર પડી છે...


અટકળો વચ્ચે તફાવત નથી દેખાતો,

સ્થિતિ તો ગંભીર છે પણ સ્પધૉ અધુરી છે...

વિચારું છું કે મૂકી દઉં હથિયાર હેઠાં,

પણ પછી  સપનાંઓ ઉપર નજર પડી છે...


ક્યાં દફનાવવા જાઉં અધુરી ઇચ્છા ઓ,

હૈયામાં ક્યાં કોઈ જગ્યા ખાલી પડી છે...

અછત છે હમણાં લાકડાં ની બાળવા વિચારોને,

એટલે હજુ થોડી બદનામી પણ જીવવી છે...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ