વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુર્ય નાડી - ચંદ્ર નાડી

વ્યક્તિના "નાક" નું મહત્વ દરેક ક્ષેત્રે છે. આજે મારે વાત કરવી છે નાકમાંથી પ્રવાહીત થતી સૂર્ય નાડીની અને ચંદ્ર નાડીની. આ બંને નાડીનો સીધો સંબંધ સ્વસ્થતા સાથે - આરોગ્ય સાથે છે. તંદુરસ્ત રહેવાનો સરળ ઉપાય વાંચીને કુદરત પ્રત્યે ગદગદિત  થઈ જશો, તે પહેલા થોડી રમુજી વાતો અને 'વ્યવહારની દુનિયામાં નાક' નું મહત્વ જાણીએ.

'નાક વગરનો' કે 'કેટલીય વાર નાક કાપ્યું છતાં માનતા જ નથી' એવું કહેનારને ખબર છે કે નાક અને કાન ન હોય તો ચશ્મા પહેરવામાં તકલીફ પડે છે. આજકાલ  કોન્ટેક્ટ લેન્સ,ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ (IOL) વગેરે આવી ગયા છે પણ તડકામાં ગોગલ્સ પહેરવા પડે તે સમયે નાક - કાન જરૂરી છે છે અને છેજ.


ધોમધખતા તાપમાં પણ ચંદ્ર નાડી ચાલતી હોય અને ઠંડીમાં સૂર્ય નાડી ચાલતી હોય તે રસપ્રદ વાત  વિસ્તારથી જાણવી જરૂરી છે.


અધ્યાત્મ શાસ્ત્ર - યોગશાસ્ત્ર - આયુર્વેદ શાસ્ત્ર વગેરે માં બંને નસકોરામાંથી વહેતી નાડી પ્રવાહ - શ્વાસ વિશે વિસ્તૃત વર્ણન છે આને 'સ્વર શાસ્ત્ર ' કહેવાય છે.આજનું આધુનિક વિજ્ઞાન એ બાબતે માનતું નથી. માત્ર શ્વાસ ચાલુ છે તેથી વ્યક્તિ જીવે છે, કોઈનો નાકનો પડદો વાંકો (DNS- Diverted Nasal Septum) હોય કે સતત શરદીને લીધે Hyper Trophied Turbinat વગેરે હોય તો તેને શ્વાસમાં તકલીફ પડે છે તેની સારવાર દવા-  ઓપરેશનથી થઇ શકે એવું કહેનારા ડોક્ટરો એમ જ કહેતા હોય છે કે-  શ્વાસ એટલે શ્વાસ, એમાં કોઈ વિશેષતા નથી.


પરમાત્મા એ નાકની રચનામાં બે નસકોરા બનાવેલ છે. યાદ રાખો શરીરના દરેક અંગની ખૂબ જ કિંમત છે. એક પણ અંગ વ્યર્થ નથી.ક્ષણ માત્ર આંખ બંધ કરીને કે ખુલ્લી આંખે આપના નાક નીચે આંગળી રાખીને જુઓ કે ધ્યાનથી શ્વાસની ગતિ જોશો તો અનુભવ થશે કે બંને નસકોરામાંથી શ્વાસની આવન-જાવન શરૂ છે પણ કોઈ એક નસકોરામાં થોડા શ્વાસ વધારે બહાર નીકળે છે અર્થાત્ જમણા નસકોરા અને ડાબા નસકોરા બન્નેમાંથી કોઇ એકમાં શ્વાસ વધારે નીકળે છે. જમણા નસકોરામાંથી શ્વાસ વધારે નીકળે તો સૂર્ય નાડી ચાલે છે અને ડાબા નસકોરાથી શ્વાસ વધારે નીકળે તો ચંદ્ર નાડી ચાલે છે. આ લેખ વાંચતી વખતે આપ શ્વાસ પર ધ્યાન રાખશો તો પણ ખબર પડશે કે  ડાબી કે જમણી કઈ નાડી ચાલે છે?


સુર્ય નાડી ગરમીનો અને ચંદ્ર નાડી ઠંડકનો સંકેત કરે છે. ક્યારેક સૂર્ય નાડી તો ક્યારેક ચંદ્ર નાડી ચાલે છે. વ્યક્તિની તાસીર પ્રમાણે સમયાંતરે બદલાતી રહે છે. સામાન્યતઃ ૪૫ મિનિટે નાડી બદલાતી હોય છે.

આ ૪૫ મિનિટ પરથી જ વિવિધ ચોઘડિયા અને અભ્યાસ દરમિયાન પીરીયડની ગણતરી આવી છે, ગમે તેવો હોંશિયાર વિદ્યાર્થીને ૪૫ મિનિટ પછી થોડો આરામ જરુરી છે.


સૂર્ય નાડી ચાલતી હોય તે સમયે વ્યક્તિએ પ્રવાહી વસ્તુ ન લેવી જોઈએ માત્ર ખાવાની વસ્તુ લેવી જોઈએ તેનાથી ઊલટું ચંદ્ર નાડી ચાલતી હોય તે સમયે પ્રવાહી લેવું જોઈએ અને ખાવાની વસ્તુ ન લેવી જોઈએ. માત્ર આટલું કરવાથી તંદુરસ્તી જળવાઇ રહેશે, ભાગ્યે જ બીમારી થશે. સૂર્ય નાડી ચાલતી હોય તે સમયે પાચનશક્તિ તેજ હોય છે તથા ચંદ્ર નાડી ચાલતી હોય છે તે સમયે પાચનશક્તિ મંદ હોય છે.


કુદરતની રચના અજબ ગજબની છે . આપને ભોજન કરવું છે અને ચંદ્રનાડી શરૂ છે તો ૪૫ મીનીટ સુધી  રાહ જોવી? ના, જે નાડી શરૂ હોય તેની વિરુદ્ધ દિશામાં (પડખામાં) સુવાથી નાડી બદલાઈ જશે. ભોજન સમયે  ધરે હો તો ચંદ્ર નાડીમાંથી સૂર્ય નાડી શરૂ કરવા માટે જમણા પડખે સુવું અથવા ડાબા હાથની મુઠ્ઠી વાળી જમણી બગલમાં થોડી મિનિટ દબાવવાથી સુર્ય નાડી શરૂ થઈ જશે. ધરની બહાર હો તો ડાબા નસકોરાને આંગળીથી એકાદ મિનિટ દબાવી રાખશો તો સૂર્ય નાડી શરૂ થઈ જશે.જો સૂર્ય નાડી શરૂ હોય તો કોઈ પ્રશ્ન જ નથી.


સૂર્ય નાડી શરૂ હોય અને પ્રવાહી પીવું હોય તો ડાબા પડખે સુવું અથવા જમણા હાથની મુઠ્ઠી વાળી ડાબી બગલમાં દબાવાથી તરત જ ચંદ્ર નાડી શરૂ થઈ જશે અથવા  જમણા નસકોરાંને એકાદ મિનીટ આંગળીથી બંધ કરવો.આમ ચંદ્ર નાડી શરૂ થઈ જશે.ચંદ્ર નાડી શરૂ હોય તો કોઈ પ્રશ્ન જ નથી.


આમ, નાડી બદલી શકાય છે. સૌ કોઈ બંને નાડીનો અનુભવ કરી શકે છે છતાં લોકોને નાડીનું જ્ઞાન નથી આ આશ્ચર્યજનક બાબત પાછળ આધુનિક કેળવણી છે. આપણા ઋષિ-મુનિઓ મહાન વૈજ્ઞાનિક હતા,આપણું ગૌરવ હતા ,આપણું નાક હતા.


Dr. Bipin Chothani


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ