વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દેહની ધૂળેટી

હે હે ચાલો સૌ રંગે રમીએ.

રંગે રમીએ ને સંગે રમીને ધુળેટી ઊજવીએ,

હે હે ભાઈ ચાલોને રંગે રમીએ.


રક્ત તણા લાલ રંગે શુભ સંકેતો સંઘરીએ,

શુભ થાઓ સકલ બ્રમનું એવી પ્રાર્થના કરીએ,

હે હે ભાઈ ચાલોને રંગે રમીએ.


દેહ તણા પીળા રંગે ચાલો  કર્મો કરી લઈએ,

કર્મબંધનથી મુક્ત બનીને મોક્ષ પામી લઈએ,

હે હે ભાઈ ચાલોને રંગે રમીએ.


મન તણા વાદળી રંગે આકાશે વિહરીએ,

સકલ જગતના સર્વે જીવમાં ભળી જઈએ,

હે હે ભાઈ ચાલોને રંગે રમીએ.


હાથ પગ કેરા લીલા રંગે સૃષ્ટિ ભમી લઈએ,

રાત દિન પ્રગતિ કરતા સફળતા ચૂમી લઈએ,

હે હે ભાઈ ચાલોને રંગે રમીએ.


આ દેહના વિધવિધ રંગોને દેહમાં સમાવીએ,

આ જીવને શિવમાં ભેળવી પંચભૂતોમાં ભળીએ,

હે હે ભાઈ ચાલોને રંગે રમીએ.


© રાજુસર..



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ