વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વડલાની શાખે

નાયક-વરુણ

નાયિકા-સરિતા

વરુણના અદા- ધનીલાલ

સરિતાના અદા- સુખેરુજી

વરુણ અને સરિતા ના મિત્રો-

ગોલું,ભોળું,છન્નો, કાનો,ડોલર,ભુરી

સરિતાની માતા- કાવેરી

     

                    વરુણ ને સરિતા બાળપણના મિત્ર હતાં. વરુણ એક ખેડૂતનો દિકરો જ્યારે સરિતા ગામના સરપંચની દિકરી હતી છતાં પણ બંન્નેને રમવા-ભણવા તથા પોતાના મિત્રોની સમસ્યાઓ હલ કરવાની અનોખી આદત હતી.ને આ વાત તેઓ મોટે ભાગે ગામના પાદરે આવેલાં વડલાની નીચે બેસી ને જ કરતાં. વરુણ પોતાના અદા ધનીલાલે ખેતર માં જે પાક વાવ્યો હોય તેના ફળ લઈ આવતો.તેના મિત્રો ઘેર થી રોટલો,ગોળ,રેવડી,પાપડી,સુખડી જેવી વાનગી લઈ આવતાં ને સરિતા ને તો આ રીતે જમવાની ચીજ-વસ્તુઓ ઘરની બહાર લઈ જવા ની મનાઈ હતી.તે ખાલી હાથે જ ત્યાં પહોંચી જતી પણ તેના મિત્રો ને આ વાતનું ખોટું લાગતું નહીં. તેઓ તો સામેથી કહેતાં કે સરિતા તું તો સરપંચની છોરી છો એટલે અમારે સેવક બનવું પડે ને આમ કહેતાં સરિતા ને વડલા ની એક મજબૂત શાખ પર બેસાડી ને નીચે મંડળી જામતી ને શરૂઆત સરિતા ના સ્વાગત ગીત થી થતી.પછી, મિત્રો પોતાની સમસ્યાઓ રજૂ કરતાં અને તેના હલ માટે સરિતા,વરુણ ને પ્રધાન બનાવતી.વરુણ સમસ્યાનો હલ કરતો ને પછી સરિતા બાઇની જય બોલાવવામાં આવતી.પછી,સરિતા નીચે ઉતરી ને બધાં ની વાનગી માંથી થોડું-થોડું લેતી ને તેના વખાણ પણ કરતી.થોડીવાર માટે તો પાદર પર જાણે રાજસભા બોલાવી હોય તેવું લાગતું.

          સમય જતાં બાળપણ વિત્યું ને વરુણ-સરિતા યુવા થયાં.વરુણ તો હવે ભાગ્યે જ ધનીલાલ ને ખેતરે જવા દેતો હતો.પાક લણી ને બોરી ભરવાની હોય કે નવો પાક વાવવાનો હોય ત્યારે ફક્ત, એક નજર રાખવા કાજે જ ધનીલાલ ને આવવું પડતું.ધનીલાલ ને પોતાના વરુણના જીમ્મેદાર થવાના ગુણ થી ખુબજ ખુશ હતો.વળી,વરુણ ગામડાંનો હોવા છતાં 10 ધોરણ પાસ થઈ ગયો હતો.તેથી જ પોતાના ખેતર માં થતી આપ-લે ના હિસાબ પર પૂરતું ધ્યાન દેતો અભ્યાસ દરમિયાન તે શહેર માં જતો હોવા છતાં ત્યાંના રંગે રંગાયો ન હતો.

                 જ્યારે આ બાજુ સરિતા પણ ગામ માં 5 ધોરણ ભણી ને પછી શહેરની નામાંકિત યુનિવર્સિટીમાં ભણવા ગઈ હતી.હોસ્ટેલ માં ઘર કરતાં વધુ આઝાદી મળી હોવાથી તે પોતાની સખીઓના રંગે રંગાઈ ગઈ હતી.જ્યારે તે હોસ્ટેલ જતી હતી ત્યારે તેણે વરુણ ને મળવાની રજા લીધી ને અદા ની હા સાંભળી તે દોડી ને વરુણ ને મળવા ગયેલી જ્યારે પાછી ફરી ત્યારે કાવેરી પણ તેને હોસ્ટેલ માં મુકવા ગઈ હતી.

          આટલી સરળ સરિતા જયારે ગામ માં રજાઓ માં પાછી આવી તો તે પોતાના હોસ્ટેલ મિત્રો ને ટ્રીપ કરાવવા સાથે લઈ આવી ને પોતાના ખેતર થી ગાડી પાસે આવતાં વરુણ પર તો ધ્યાન જ ન આપ્યું.જ્યારે ઘરે પહોંચી તો તેની માં કાવેરી એ પૂછ્યું


કાવેરી:બેટા, તું તો શહેરમાં ભણવા ગઈ હતી ને? આ બધાં મિત્રો મોજ-મજા બધું શું છે?


સરિતા:માં એ વાત તને નહિ સમજાય કેમકે,તું અભણ છે.ભણેલાંની વાત તું ન જાણી શકે.હું મારા મિત્રો ને ફરવા લઈ આવી છું તેવું સમજ.


કાવેરી:બેટા, હું અભણ છું પણ આંધળી નથી.તારા મિત્રો માં રહેલાં ભાવ ને હું જોઈ શકું છું.આટલાં બધાં માંથી એક ભી મિત્ર વરુણ જેવો નથી.


સરિતા: વરુણ!, માં તું હજુ પણ વરુણને તું મારો મિત્ર ગણે છે?

(હસતાં-હસતાં) માં એ સરિતા નાની હતી.તેને રમવું ગમતું હતું.ને વરુણ મારો પ્રધાન બનતો એટલે જ.


          કાવેરી કંઈ પણ બોલે તે પહેલાં જ સરિતા બોલી ઉઠી બસ, માં વરુણની કહાની સમાપ્ત કર ને.બોલ આજ રસોઈમાં નવું શું બનાવીશ?મારા મિત્રો ને તારા હાથનું જમવાનું જમવું છે.તારી રસોઈ,મારા અદા તથા આપણાં ગામના વખાણ સાંભળીને તો તેઓ અહીં આવ્યાં છે.


કાવેરી:ઠીક છે, આપણે નક્કી કરી લઈએ ને તેઓ ને ભી આરામ કરાવી ગામ,બજાર બધું જ બતાવવા લઈ જજે.


સરિતા: ઓ માં, એમાં ભી કંઈ કહેવાનું હોય?


        ને ત્યાં જ સરિતા ના અદા સુખેરુજી આવ્યાં ને હોસ્ટેલ, ટીચર અને ત્યાં ના માહોલ વિશે પૂછ્યું ત્યારે સરિતા કહી ઉઠી


સરિતા: બાપુ તમે તો મને સાચે જ છોરા ની જેમ આગળ વધારી છે.ને હવે જો-જો હું કલેકટર બની ને બતાવીશ.ટીચર-હોસ્ટેલ બધું જ સારું છે ને આપના તરફ થી આવતી ભેંટ ને લીધે બધાં મને ઓળખવા લાગ્યાં છે.ત્યાં જ માં બોલી

કાવેરી:એમાં શું નવાઈ બેટા! ગર્વ તો ત્યારે થાય જ્યારે તારા નામ થી બાપુ ઓળખાય


સરિતા: માં મેં કહ્યું ને તને નહિ સમજાય બાપુ જ સમજી શકે.આ સાંભળી સુખેરુજી હસ્યાં ને બોલ્યાં


સુખેરુજી:ઠીક છે સમજી ગયો.ને હવે તું થાકી હશે.ચાલ મિત્રો ને બોલાવ સૌ કોઈ જમી ને પછી ગામમાં આંટો મારવા જજો.તારા ગયાં બાદ જો ગામમાં કેવી પ્રગતિ થઈ છે.

             ને આ તરફ વરુણ ને તેના મિત્રો સમજાવે છે કે કારમાં બેઠી હતી એટલે તેનું ધ્યાન તારા તરફ ન ગયું.તું જો ઘેર મળવા જઈશ તો તે તને ઓળખી જ જશે.ને હવે ખેતર સાથ તારું એક ગોડાઉન ભી છે.આ સાંભળી તે ખુશ ભી થશે પણ વરુણને આ વાત યોગ્યના લાગી ને બોલ્યો


વરુણ:જવાદો સખા, જો સરિતા ને હું યાદ હોટ તો તેની ગાડી રોકીને ભી મને મળવા આવી જાત પણ ઘણું મોડું થઈ ગયું છે.હવે ગાડી જતી રહી છે.


            મિત્રો ને વરુણ નું આ સ્વરૂપ ગમ્યું નહીં કેમકે,વરુણ ક્યારેય ઉદાસ થતો ન હતો.તે બીજા ને દિલાસા આપતો.ને આજે!તેથી જ હવે મિત્રો એ સરિતા ને સત્ય સમજાવવાનું કામ હાથે ધર્યું.થોડીવાર થઈ ને સરિતા પોતાના મિત્રો સાથે ગાડી માં સવાર થઈને ત્યાં જ ગોલું ને ભોળું ગાડી પાસેથી વરુણ ના ખેતર ના વખાણ કરતાં નીકળ્યા 

ગાડી રોડ પર ચડી ત્યારે છન્નો ને કાનો વરુણના ગાય-ભેંસ લઈને નીકળ્યા. સરિતા આ બધાં ને જાણતી હોવા છતાં જલ્દી કરો અમારે ગાડી આગળ જવા દેવી છે એમ બોલી.તેથી હવે ભુરી ને ડોલર હાથ માં ગુલદસ્તો લઈને બોક્સમાં સરિતા માટે હાથના પાટલા લઈને તેને મળવા આવે છે સરિતા એ ગુલદસ્તો સ્વીકાર્યો ને પોતાના મિત્રો ને ભુરી તથા ડોલર નો પરિચય ભી આપ્યો પણ આગળ બોલે તે પહેલાં જ તેના મિત્રો એ આ બંન્ને સખીઓ નું અપમાન કરવા લાગ્યાં.

    મિત્રો: આ ગુલસ્તો કહેવાય! ઘાસ,પાન,દોરીને પછી ફૂલ? લાવતો બોક્સમાં શું છે?તે જોઈ લઉં કહીને બોક્સ ખોલે છે તો તેમાંથી મસ્ત પાટલાં નીકળે છે.સરિતા તે જ ક્ષણે તેને પહેરી લે છે.અને ભુરી તથા ડોલર ની માફી માંગી અને પોતાના ગામ ના મિત્રો ને મળવા માટે જતી રહે છે.તે ડ્રાયવર ને કહેતી જાય છે કે આ બધાં ને ગામ બતાવી ને ઘરે લઈ જજો.

              હોસ્ટેલ નું ગ્રુપ આ સહન કરી શક્યું નહીં.ને તેઓ ઘરે ન આવતાં ત્યાં થી જ ગામ બહાર જતાં રહે છે.જયારે સરિતા ડોલર અને ભુરી સાથે વરુણ તથા પોતાના મિત્રો ને મળવા પાદરે જાય છે.તે જ વડલાની સાખે બેસે છે.ને બધાં જ મિત્રો તેની આસ-પાસ.વરુણ તો સરિતા ને જાણતો જ ન હોય તેમ બેઠો હતો.ત્યારે સરિતા ગુસ્સે થાય છે ને શાખ પરથી ઠેકડો મારી ને

નીચે આવે છે.પણ, આમ કરતાં તેના પગમાં મોચ આવે છે.તે ઊભી થઈ શકતી નથી અને ત્યારે તરત જ વરુણ સરિતા ને ગોદ માં ઉઠાવી લઈ ને પોતાના ખેતરમાં આવેલ કુટીમાં લઇ જાય છે.સરિતા રસ્તામાં વરુણ ને મનાવે છે,માફી માંગે છે.ને હવે આવી ભૂલ નહિ થાયનો વાદો ભી કરે છે.આ તરફ સરિતા પાછી ન ફરતાં ઘરમાં ચિંતા થાય છે.સુખેરુજી પોતાના માણસો ને સરિતાની શોધમાં મોકલતાં જ હોય છે કે ત્યારે વરુણ તેમનાં ઘરે આવી ને સરિતાની વાત કરે છે.

                વરુણ ની આ સરળતા થી સુખેરુજી પ્રસન્ન થાય છે ને તેની સાથે સરિતા પાસે જાય છે.સરિતાના પગમાં પાટો બાંધી તેને ઘેર લાવે છે.ત્યારે જ સરિતા, કાવેરી ને કહે છે

 

સરિતા: માં તું સાચું જ કહેતી હતી. વરુણ અને ગામ ના મિત્રો જ મારાં સાચા મિત્રો છે.ને હવે હું હોસ્ટેલ નથી જવાની.

            સરિતાની વાત સાંભળી કાવેરી તો ખુશ થઈ ગઈ.પણ,તેના પિતાને જરાં ખટકો પડ્યો કે ભણવું નથી તો આગળ શું? પછી,કાવેરી એ સરિતાના રૂમ માં જઈને તેનાં વિચાર જાણ્યાં ત્યારે સરિતા એ કહ્યું

 

સરિતા: માં હવે મને મિત્ર તરીકે મળી ગયો છે તો લાગે છે કે મારે ભણવાની જરૂર નથી.તેના ખેતર ની હાટડીમાં હું બેઠી હતી તો મને મારા A.C. રૂમ કરતાં પણ વધુ ધરપત લાગી.ખબર નૈ શું કામ! પણ,હવે મારે હોસ્ટેલ જવું નથી.હું કોઈ બીજો રસ્તો જોઈ લઈશ.

મારે હવે વરુણ સાથે જ રહેવું છે.

            કાવેરી વાત સમજી ગઈ.આ વાત તેણે સુખેરુજી ને કહી ત્યારે પહેલાં તો તેઓ પણ હા-ના કરતાં હતાં.પછી,સરિતા નજર સામે રહેશે સમજી ને તેઓ સરિતાનું માગું લઈને ધનીલાલ ને ઘેર ગયાં. ધનીલાલ તો વરુણ ના મનની વાત જાણતાં જ હતાં.

તેમણે વરુણ તથા સરિતાની સગાઈ કરી ને બંન્ને પક્ષે યોગ્ય મુહૂર્ત જોઈ ને લગ્ન પણ નક્કી કર્યા.

               બધું જ સુંદર ચાલી રહ્યું હતું.પણ,સુખેરુજી ને દિકરી નું ભણવાનું અટક્યું તે વાત ગળે ના ઉતરી.તેથી જ તેઓ એક દિવસ તેઓ ગામ માં લટાર મારતાં વરુણની પાસે ખેતરે આવી ગયાં અને સરિતા ને તેઓ કલેકટર બનાવવા માંગતા હતાં તે દિલની વાત કહી કે હવે સરિતાનું ભાવિ તારા હાથ માં છે.વરૂણે પણ સરિતા ને ભણાવવા

ની વાત મંજુર કરી ને સુખરુજી ને ખુશ કર્યા.

            ત્યારબાદ મુહૂર્ત પ્રમાણે લગ્ન થયાં. એક મહિના બાદ વરુણે સરિતા ને તેના જીવનનું ઉદેશ્ય દેખાડ્યું ને ફરી થી સરિતા ને ભણવા મોકલી.અહીં વરુણ તથા તેના અદા પોતાનું કામ જાતે જ કરી લેતાં ને સરિતા પોતાના પેપર સોલ કરતી.ને આ રીતે સરિતા ને અંતે કલેકટરની પદવી મળી જ ગઈ.આ પદવી પ્રાપ્ત કર્યા બાદ સરિતા એ સ્ટેજ પર થી વરુણ તથા તેના અદાનો આભાર વ્યક્ત કર્યો.સરિતા અને વરુણની જોડી જોઈ ને અન્ય યુવાનો ભી હિંમત થી આગળ વધવા લાગ્યા.ધનીલાલ તથા સુખેરુજીના સંબંધે પણ ગામ લોકોની જીવનશૈલી બદલી નાંખી. ને કલેકટર બનેલી સરિતા એ પોતાના તથા આસ-પાસના ગામમાં પણ પ્રોગ્રેસ કરાવી.

            આ રીતે એક નાનેરાં છોડ સમી સરિતા પ્રગતિ કરતાં-કરતાં સમાજ માટે વટવૃક્ષ બની ગઈ.

ઝલક

 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ