વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મિસ.સેંડલ બિહાઇન્ડ ધ સીન્સ

મિસ.સેંડલ


બિહાઇન્ડ ધ સીન્સ,


આ વાર્તા મને મળી એ વાતને લગભગ ચાર વર્ષ જેવો સમય થયો. એ દિવસોમાં હું મારી ફેમેલી જોડે મારા ફોઈના ગામ વાવડી કોઈ સંબંધીના લગ્નમાં ગયેલા, આઈ થિંક મારા મામાની છોકરીના જ મેરેજ હતા.

મને હજુ યાદ છે એ દિવસ કે જ્યારે હું બહાર ઓશરીની જાળીએ બેસી સૂઝની લેસ બંધતો હતો. સાચી વાત તો એ હતી કે એ સમયે મને સૂઝની લેસ બાંધતા પણ નતી આવડતી. છતાં હું જાતે બાંધવાના પ્રયત્નમાં લાગ્યો હતો. હવે તમે એમ ના વિચારતા કે.. અગિયારમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને સૂઝની લેસ બાંધતા કેમ નોહતું આવડતું. સવાલ થયો જ હશે. તો સાંભળો, આ બધી વસ્તુઓ મારા માટે એટલી ગૂંચવણ ભરી હતી કે.. હું પોતે એમાં ગૂંચવાય જતો.. 

જાન ક્યારની ઉતારે આવી પહોંચી હતી. તો મારે એની જ ઉતાવળ હતી કે હું જઈને જાન જોવ.., જોવ તો સહી એ લોકો બેન્ડવાજાની ધૂન પર કેવી રીતે રમે છે.. પાછલી વખતે ડીજે ની ધૂન પર... નાચતી મેં એક છોકરી જોયેલી..

તું ખીચ મેરી ફોટો... શુ અદાઓ હતી એની, ગીતના લિરિકસ પર શુ તાલમેલ હતો એનો.. હું તો.. એના પર એજ રાત્રે જાણે ફૂલઓન લટ્ટુ થઈ ગયો. થયું કે.. કાશ આ સમય....

હું જાણે ખુલી આંખે સપનાઓ જોવા લાગ્યો ને બીજી જ ક્ષણે બાજુમાં ઉભેલ માસીનું ટેણીયું કહે કે.. મને ઊંઘ આવે છે.

હું એને મુકવા ઘરે ગયો. ને જ્યારે પાછો ફર્યો તો ના મને પેલું ડીજે દેખાયું કે ના એ ડીજે ની ધૂન પર નાચતી એ છોકરી દેખાઈ..

પાછળથી એ છોકરી કોણ હતી.. કેવી હતી મને જાણે કઈ યાદ ના રહ્યું. યાદ રહ્યું તો મારી ફેવરિટ ફિલ્મ સનમ તેરી કસમનું એ ગીત.. તું ખીચ મેરી ફોટો..

હું એમ બહાર પગથિયે બેસી ક્યારનો એમ સુઝ ની લેસ બાંધવાના વ્યર્થ પ્રયત્નોમાં અટવાયો હતો.

યાર આ મમ્મીએ કેમ બાંધી આપ્યું હતું. મેં અહીં સૂઝ કાઢ્યા જ ખોટા.. એક ગ્લાસ પાણી પીવા માટે આટલી લપ કોણ કરે.. એમ વિચારતો હું મારી જ ધૂનમાં હજુ સૂઝની લેસ પકડીને એને બાંધવામાં મારી રીતે મથતો હતો. કે ત્યાં જ..


ચાર પાંચ સુંદર સુંદર છોકરીઓ આવી, શાયદ જાન સાથે આવી હોય શકે.. એને અંદર દુલ્હનને મળવા એના રૂમમાં જવું હતું એટલે હું જ્યાં બેઠો હતો ત્યાં જ પગથિયાં પાસે પોત પોતાના ચપ્પલ ઉતારી એ લોકો અંદર જવા લાગી. પણ એમની એક..


એના જાણે થોડા આંટા ઢીલા હોય એમ એ ચપ્પલ પહેરીને જ અંદર જવા લાગી. મારુ ધ્યાન એના પર પડતા જ મેં એને અંદર જતા રોકી..


ઓ.. હેલ્લો બેન..! આઈ થિંક આટલી સુંદર છોકરીને મારે બેન તો ના જ કહેવું જોઈએ. પણ એ સમયે કેટલો સ્ટુપીડ હતો ને હું..


એ પાછી ફરી,

આ ચપ્પલ અહીં મુકતા જાવ અંદર પહેરીને થોડું જવાય..


મારી વાત સાંભળી એ હસી, અરે જવાય જ ને, હું તો ચપ્પલ પહેરીને જ જઈશ..


એમ કહી એ પાછી અંદર જવા લાગી,


મેં ફરી એને રોકતા કહ્યું.

અરે હું નહીં જવા દવ..


આ વખતે એ પાછી ફરી મારી એકદમ નજીક આવી.


ઓહ તો તું રોકીશ મને..


હાસ્તો, અંદર જવું હોય તો ચપ્પલ અહીં મુકતા જાવ..


ના હો, કોઈ લઈ ગયું તો.. હજુ હમણાં જ લીધા છે એ પણ પુરા 300 ના..


એની વાત પર હું હસ્યો,


લે વળી તને કેમ હસવું આવે છે. ખરેખર 300 રૂપિયાના છે. કોઈ લઈ ગયું તો..


મને લાગ્યું કે આ લેસ તો મારા થી આ જનમમાં બંધાવાની નહીં તો આ બિચારીની થોડી મદદ જ કરું..


એક કામ કરો, તમે ચપ્પલ અહીં મુકતા જાવ હું બેઠો છું  અહીં..


વાહ આ તો બહુ સારું કહેવાય તું મારા ચપ્પલનું ધ્યાન રાખ હું જરા હમણાં આવી, અને એ ત્યાં મારી પાસે એના ચપ્પલ મૂકી દુલ્હન ને મળવા અંદર જતી રહી..


હું એ બેન ના (લે ફરી પાછું બેન) હું પેલી મહારાણી ના ચપ્પલ પાસે સુરક્ષા પહેરો આપતો હતો કે ત્યાં જ કોઈએ મને કામ સોંપ્યું. બે વીર ના પાડતા તો તને જાણે આવડતું જ નહીં.. એ કામ ના ચક્કરમાં પેલી કોઈપણ જાતના આભાર માન્યા વિના જ એના ચપ્પલ પહેરી જતી રહી...


આમ તો આમાં આભાર શેનો મેં ક્યાં કોઈ વીરતા નું કામ કર્યું. આઈ નો હું ખાલી નામનો જ વીર છું.


એ સોંપેલું કામ પતાવી હું જ્યારે ફરી એ જગ્યાએ પહોંચ્યો જ્યાં પેલીએ ચપ્પલ ઉતારેલા, ત્યાંથી એના ચપ્પલ ગાયબ હતા. એ જોઈ હું તો ડરી જ ગયો. નક્કી પેલી ના ચપ્પલ કોઈ ઉઠાવી ગયું અને હવે પેલી મને છોડશે નહીં.. હું એજ ક્ષણે ત્યાંથી ભાગી ગયો.

આખો દિવસ હું એની નજરમાં ના આવું એ રીતે પોતાની જાતને બચાવતો રહ્યો. પણ સાંજે વિદાય વખતે એ છોકરી ફરી અચાનક મારી સામે આવી ગઈ.. એના પગમાં એના ચપ્પલ ને સહી સલામત જોઈને મને જરા ટાઢક વળી..

છેલ્લે એ ફરી મળી ત્યારે એણે મારો આભાર માનવો જોઈએ કે,

થેંક્યું. તમે મારા ચપ્પલનું ધ્યાન રાખ્યું. પણ એણે એવું કશું ન કર્યું. અને ચુપચાપ એકદમ બાજુમાં થી પસાર થઈ આગળ નીકળી ગઈ.. કોણ હતી એ..? શુ નામ હતું એનું હું કશું નથી જાણતો પણ મારા માટે તો જાણે કોઈ કુદરતી ઈશારો જ હતો.. એના એ ચપ્પલે મને લખવા માટે મજબૂર કર્યો.

એ દિવસે એ તો ત્યાંથી જતી રહી પણ મને મિસ.સેંડલ જેવી એક આટલી સરસ વાર્તા આપતી ગઈ.. એ તો ચાલી ગઈ પણ મારી જેવા ઇડિયટ માટે લેખકનું એક ટેગ છોડતી ગઈ.. એ તો ચાલી ગઈ પણ મારા જેવા નાદાન છોકરાને આવનારા સમયનો એક સફળ લેખક બનાવતી ગઈ..


ફૂલસ્કેપ ના પિનપેઈજ પર તૈયાર થયેલી એ સાડા ત્રણ પેઇજની એ નાનકડી વાર્તા (પાછળથી એ વાર્તાને મેં થોડા નવા વર્ણનો સાથે થોડી વિસ્તાર પૂર્વક લખી, 5000 શબ્દોમાં) વાંચતી વખતે મને પણ ક્યાં ખબર હતી કે આ વાર્તા મને એક લેખક તરીકેની સાચી ઓળખ આપશે. મને ક્યાં ખબર હતી કે આ વાર્તા બાદ હું અન્ય વાર્તાઓ નો ખડકલો કરી દઈશ.. મને ક્યાં ખબર હતી કે સાડા ત્રણ પેઇજની આ નાનકડી વાર્તા ત્રણ વર્ષ પછી એક વાર્તા સિરીઝ બનશે..


મિસ.સેંડલ લખતાની સાથે મેં સૌથી પહેલા મારા સ્કૂલના 11th ના મેડમ ને બતાવી, એણે વાંચી.. શરૂઆતમાં તો એને બહુ જ ગમી પણ છેલ્લે...

એણે મને બોલાવ્યો, અને પૂછ્યું.


પરેશ તને ખરેખર નથી ખબર...? એનો આ સવાલ હું જાણે સમજ્યો નહીં એટલે મેં પૂછ્યું.

શુ મેડમ..? મને તો...

હું કઈ બોલું એ પહેલાં એણે મને એની સામે ટેબલ પર રહેલ મારુ લખેલ એ પિન પેઈજમાં એક જગ્યાએ બતાવતા કહ્યું.


જો અહીં શુ લખ્યું છે.


એ બાદ.. એમના લગ્ન ને એક અઠવાડિયા પછી એમને ત્યાં ચાહતનો જન્મ થયો. ચાહત ના આવવાથી..


એમણે પૂછ્યું.

તને કઈ ખબર પડી..?

હું તો જાણે સાવ નાસમજ હોય એમ બોલ્યો,

ના મેડમ, બધું બરાબર તો છે.

મેડમે થોડા હળવા ગુસ્સામાં કહ્યું.

શુ બરાબર છે. પરેશ, સાંભળ મારી વાત.. બાળકનો જન્મ હંમેશા નવ મહિના પછી જ થાય..


એ સમયે મારા માટે આ વાત એકદમ નવી હતી. નવી એટલા માટે કે.. હું પહેલેથી જ આ વાતથી સાવ અજાણ હતો. અને ફિલમો માં થી મને ખબર પડી લગ્ન પછી થોડા સમયમાં જ બાળકનો જન્મ થાય, આ વાત મેં પાછળથી સમજી કે.. ફિલ્મોમાં લગ્ન પછી એકાદ પ્રેમભર્યું ગીત આવે ને એ પછી હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય, આ હું જુના બ્લેક ઇન વ્હાઇટ ફિલ્મોની વાત કરું છું કારણ કે હું પણ દૂરદર્શન ના જમાના નો છું.


મિસ.સેંડલ 2,


બિહાઇન્ડ ધ સીન્સ,


જેમ પહેલી સીઝન નો પ્લોટ મળ્યો એમ એક વર્ષ પછી મને બીજી સીઝન નો પ્લોટ પણ મળી જ ગયો. મિસ.સેંડલ2 પહેલી સીઝન સાથે જોડાયેલી આ સીઝન માં અમન અને આયેશા ની લાડલી ચાહત ની પ્રેમકહાની જાણે આગળ વધે છે.


આનો બિહાઇન્ડ ધ સીન કંઈક આવો હતો.

નિધિ મારી બેન, એણે એક સાંજે મને ફોન કર્યો.


વીર હું શું કરું.. મંદિર આવેલી અને અહીં કોઈ મારા ચપ્પલ ચોરી ગયું..


આ 2 વર્ષ પછી મારા પર કોણ જાણે કેવો ચમત્કાર થયો કે.. સ્કૂલમાં ભણતો એ  નાસમજ છોકરો એકદમથી થોડો વધારે જ સમજદાર થઈ ગયો. એનું મગજ જાણે જીનિયસ ની જેમ દોડવા લાગ્યું. એની પાસે જાણે દરેક પ્રોબ્લેમ ના સોલ્યુશન હોય એમ એણે નિધિની પ્રોબ્લેમનું પણ ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપતા કહ્યું.


અરે તો એમાં આટલી પરેશાન શુ થાય છે. એક કામ કર ત્યાં જો.. આસપાસ ઘણા ચપ્પલો હશે. એમાં થી જે ગમે એ પહેરી લે આમ પણ આવી જગ્યાઓ માં આ પ્રકારનું રોટેશન ચાલતું જ રહે છે.

પછી એણે ક્યાં અને કોના ચપ્પલ ઉઠાવ્યા એ તો ખબર નહીં પણ.. મને મિસ.સેંડલ 2 નો પ્લોટ મળી ગયો.

મેં એક મિમ્સ જોયેલું.

હમારે તાવજી કે પુરાને ચપ્પલ ચોરી હો ગયે હે, જીસ કિસીને ભી લીએ હે વો આકર સરાફત સે લોટા દે વરના અંજામ બહોત બુરા હોગા..

બે આવી જાહેરાત કોણ છપાવે.. બીજી જ ક્ષણે મારા મગજમાં ઝબકારો થયો. મારી મિસ.સેંડલ છપાવે બીજું કોણ..

અને આ ઘટના પરથી બન્યો સેંડલની જાહેરાત વાળો એ રમુજી સીન,


મિસ.સેંડલ 3


બિહાઇન્ડ ધ સીન્સ,


પહેલી બીજી ની જેમ આ 3 સીઝન પણ પહેલા બન્ને ભાગ સાથે સંકળાયેલી છે. આ સીઝનમાં વીર અને ચાહત ની લાડલી દિયા ની વાર્તા છે. સાથે સાથે આ વાર્તામાં તો લેખક પરેશ મકવાણાએ મુખ્ય નાયક તરીકે જાતે જ દર્શન દીધા છે..

વાર્તા કઈક આવી છે. કે આપણી દિયા ના એ ફેવરિટ સેંડલ અચાનક એક દિવસ કોઈ ચોરી જાય, અને સેંડલ ચોરનાર ચોર કોલેજમાં ભણતો એક સીધો સાદો લેખક હોય..


બિહાઈન્ડ ધ સીન્સ જોઈએ તો,


રુહી ફિલ્મ્સ માં હમણાં જ ગ્રાફિક ડિઝાઈનર તરીકે મને નવી જોબ મળી. મારી એજ ઓફિસમાં એક નવી છોકરી આવી નામ એનું શિવાની.. આ શિવાની એટલે મારી મિસ.સેંડલ 3 નું એક અહમ પાત્ર,

શિવાની અહીં ઓફિસમાં એ અમારા બોસની પર્સનલ સેક્રેટરી તરીકે આવેલી. પણ પહેલા જ દિવસથી એની નજર જાણે સતત મારા પર જ હતી. એ બોસની સેક્રેટરી હતી પણ એના માટે જાણે હું જ એનો બોસ હોવ એમ એ સતત મારી આસપાસ ફરતી, મારી ના પાડવા છતાં એ જાણે મારા દરેક કામો કરતી.

અરે જે માણસે પાછલા છ મહિના થી ચા ને હાથ પણ નહીં લગાવ્યો એણે એજ વ્યક્તિને સમ આપી ને પરાણે ચા પીવડાવી.. આટલું ઓછું હતું કે.. એણે એ વ્યક્તિ ના પર્સનલ નંબર પણ ચોરી લીધા, અને hii નો મેસેજ કર્યો.


મને એજ નોહતું સમજાતું કે  આ છોકરી મારામાં આટલો બધો રસ શા માટે લે છે. એવું તો શું ખાસ 6 મારામાં કે.. આ આટલા દિવસથી પાછળ પડી 6.. અને મેં મારું લેખકવાળું મગજ દોડાવ્યું તો ખબર પડી કે.. કોઈ છોકરી આ રીતે દાણા ત્યારે જ નાખે જ્યારે એણે કોઈ શિકાર ફસાવવાનો હોય. આમ તો એનો એ માસૂમ રૂપાળો ચહેરો જોઈ લાગતું નોહતું કે એ મારા માટે ખતરનાક સાબિત થઈ શકે.. તો પણ મને લાગતું હતું કે.. જરૂર એ મારા થી કઈક ઈચ્છે છે.. એનું અહીં મારી ઓફિસમાં આવવા પાછળ જરૂર એનું કોઈ મકસદ છે. અને એ મકસદ શુ એ જાણવા માટે તો તમારે મિસ.સેંડલ 3 જ વાંચવી પડે.. coming soon..

તો આ હતા મારી પહેલી વાર્તા મિસ.સેંડલ ના કેટલાક બિહાઇન્ડ ધ સીન્સ, શુ મને આ સિરીઝ ની ચોથી વાર્તા મળશે..? અને મળશે તો ક્યાં મળશે.. જોઈએ ભવિષ્યમાં


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ