વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જાગરણ

💕જાગરણ....💕


મારી આંખોના અસીમ રણમાં બસ જાગરણ છે તારા નામનું,

મારા હૃદયના અગાઢ સાગરમાં માત્ર રટણ છે તારા નામનું.


મારા હાથોમાં પડાવી છે મહેંદી તારા નામની,

ને મારા પગે પહેર્યું છે ઝાંઝર તારા નામનું,


મારા લલાટે લગાવી છે બિંદી તારા નામની,

ને મારી સેંથીમાં પુર્યું છે સિંદૂર તારા નામનું.


મારા દિવસની શરૂઆત ને અંત થાય તારા નામથી,

મેં લખ્યું છે જો મારું સંપૂર્ણ જીવન તારા નામનું.


મારા અધરે સજાવી રાખું સ્મિત હું તારા નામનું..

ને હ્રદય પણ આ જાપ જપે છે બસ તારા નામનું..


- સીમરન જતીન પટેલ

   "સાંઈ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ