વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના સામે કાળજી

કિલ્લો રચો કોરોના સામે

**********

કોરોના ની નવી લહેર વધુ પ્રમાણમાં લોકોને ઝડપે છે. ઘણા તો એકદમ યુવાન અને આ વખતે તો બાળકો પણ.

કાયમ માટે કેદ થઈ રહેવું કોઈને ગમે  પણ નહીં અને પોષાય પણ નહીં. તો આટલી સાવચેતી રાખીએ તો આપણેસલામત રહેશું અને આસપાસ સલામતી રાખી કોરોના પ્રસારની ચેઇન તોડશું.

1. માસ્ક અવશ્ય પહેરીએ. બહાર નીકળતાં નાક ઢાંકીએ જ. માસ્ક હવે તો કલર કલર ને વિવિધ ડિઝાઈનોના મળતા થયા છે. ડ્રેસ સાથે મેચિંગ પહેરી જુઓ. લોકોનું ધ્યાન ખેંચાશે અને પ્રસંશા ભરી નજરો જરૂર મંડાશે.

માસ્કથી તમે કોરોના પીડિત નહીં હો તો બીજા કોઈ થી પણ બચશો. હવામાં વાયરસ હોય તો માસ્ક તેને તમારાં ફેફસાં પર એટેક કરતાં રોકી દેશે.

જાહેરમાં  ઘણા માણસો હોય ત્યાં માસ્ક ઉતારવો નહીં. જેમ કે ટ્રાફિક સિગ્નલ, સ્ટાર કે બિગ બાઝર જેવા પરચુરણ ખરીદી ના મોલ, બેંક, દવાખાના, રસીકરણ કેન્દ્રો, સરકારી ઓફિસોની લાઈનો.

સતત પહેરી ગૂંગળામણ થાય તો એક સાઈડે ઉભી દસેક સેકંડ માસ્ક નીચો કરી બે ત્રણ ઊંડા શ્વાસ લઈ ફરી પહેરી લો.

2. દુકાનો, મોલ વગેરે જગ્યાએ પગથી ઠેસી દબાવી હાથ સેનિટાઈઝ ની વ્યવસ્થા હોય તે ચુકો નહીં. ભલે બે મિનિટ પહેલાં ક્યાંક સેનિટાઈઝ કર્યું હોય. જર્મસ ને મિનિટ નહીં, માઈક્રો સેકન્ડ લાગે.

3. બહારથી આવી હાથ જરૂર ધુઓ. સાબુ કે હેન્ડવોશથી. 20 સેકન્ડ એટલે કે આગળ અને પાછળ.

4. બહારથી લાવેલ શાકભાજી કે ફ્રૂટ પહેલાં સહેજ હુંફાળા પાણીમાં પલાળી દો.એની ઉપર સેનિટાઈઝર ન નખાય પણ જેમાં લાવ્યા એ થેલી ઉપર તો નાખીને વીસેક મિનિટ રખાય ને? તે પછી હમણાં કહ્યું તેમ હુંફાળા પાણીમાં. એટલે વાયરસ મરી જાય. મોટે ભાગે ગામડાઓ કે જથ્થાબંધ માર્કેટમાંથી વસ્તુઓ લાવતા ફેરિયા અને એ વસ્તુઓ કોરોનાની વાહક બનતી હોય છે.

5. કોઈ ડોક્યુમેન્ટ કે એટીએમ યા બેન્કમાંથી લાવેલ નોટ્સ ઉપર પણ સેનિટાઈઝરનાં બે ત્રણ ટીપાં નાખી થોડું રહેવા દો. ડોક્યુમેન્ટ્સ પણ. એટલે હાથ થી હાથ ફેલાવા ની અસર ઘટી જાય.

6. બહાર નોકરી ધંધા માટે જવું જ પડે. એ સિવાય ઓછું નીકળો. વૉક લ્યો તો ભીડ ઓછી હોય ત્યારે ને માસ્કમાં કવર થઈને.

7. કપાલભાતિ પચીસ ત્રીસ સ્ટ્રોક જરૂર કરો. ફાવે તે નાસ પણ અવારનવાર લે. નાક અને કોગળા બાદ ઓળીયાથી જીભ સાફ કરો.

8. બહાર નીકળતાં પાણી પીને નીકળો. બહાર જતાં પેટ ખાલી ન રાખો.

9. કામવાળીઓ કે રીપેર વાળાઓને ઘરમાં આવવાની મનાઈ ની જરૂર નથી. એ લોકો આવે એટલે હાથ સેનિટાઈઝ કરીને દાખલ થાય અને હાથ ધુએ.

10. દુકાનો કે રેલિંગ પાસે સભાનપણે ખિસ્સામાં હાથ રાખો કે કાઉન્ટર  કે રેલિંગ પર હાથ મુકવાનું ટાળો.

આટલી ચોક્સાઈ તમારા માટે પૂરતી છે. અને એમ ઘણાખરા પાલન કરી ચેઇન તોડે તો કોરોના નો ફેલાવો કાબુમાં રહે જ.

પોતે સાચવીએ તો કુટુંબ સચવાશે  અને એમ સોસાયટી અને મહોલ્લો થઈ શહેર સચવાશે.

તો આ સાવચેતીનો સમય સાચવી લઈએ.

-સુનીલ અંજારીયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ