વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વોચમેન નું એ નાનું બાળક

અમારા ઘર ની લગોલગ બાજુ માં જ એક ફ્લેટ છે. એના વોચમેન તરીકે એક નાનકડું ફેમિલિ રહેવા આવ્યું છે...


એ ફેમિલિ માં એક પતિ-પત્ની અને એમના બે નાના ભૂલકાં જેવા બાળકો પણ છે. એ બાળકો આશરે 5 અને 9 વર્ષ ની ઉંમર ના હશે...


અમારા ઘર ની રસોઈ ની બધી જ જવાબદારી મારા ઉપર. અને એમાં પણ હું હજુ એકડો ઘૂંટતી હોય... એટલે વધ-ઘટ તો થવાની જ...


જ્યારે રસોઈ થોડી પણ વધે... એટલે હું એ વોચમેન ને બૂમ પાડું...


તુરંત જ એના બન્ને બાળકો દોડતા આવે... અને એક વાસણ લઇ ને જે આપ્યું હોય એ ત્યાં જ ઉભાઉભાં ખાવા માટે મથામણ કરે...


પરંતુ... બન્ને બાળકો નાના હોવા છતાં... સંપી ને સમજી ને વહેંચી ને ખાય...


ક્યારેક કોઈ ખાવાનું 5₹ નું પેકેટ આપો તોય એ કેવા ખુશ થઈ જાય... એમના ચહેરા પરની એ ખુશી મારું દિલ મોહી લે...


નોંધઃ ક્યારેય પણ તમારા ઘરે કંઈ પણ ખાવાનું વધ્યું હોય તો... એને કચરા માં ફેંકવા કરતાં આવા નાના ભૂલકાઓને આપી જુવો... એ ખુશી કંઇક અલગ, અદભુત, અવર્ણનીય હોય છે...


Angel(Dhingli)...💐

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ