વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવે જો ઉપાધિ...

આવે જો ઉપાધિ તો અવસર સમજ જો,

નિરાશ જરૂર થજો, પણ સફળતા ની નવી તક ગણજો...

હતાશ થવાથી તો કોઈ રોકી નહીં શકે,

પણ પડ્યા પછી જાતે ઉભા થવાની કોશિશ તો કરજો...


સો ટકા નિષ્ફળતા નો જ સાથ હશે સદાય,

છતાં થોડું હિમંત થી કામ લેજો...

પહાડો કેમ ન તુટી પડે મુસીબતો નાં,

છતાંય પર્વતો ની ઉપર વિહરતાં વાદળોની જેમ ગરજ જો...


હશે પડછાયા ઘણા શંકા કુશંકા ના,

વેદનાઓના પડઘમ પણ સંભળાશે રોજ,

આહ ભરીને પણ લડવાની સંજોગો‌ સામે,

તૈયારી અને આદત કાયમ રાખજો...


એક જ વ્યક્તિ નો‌ મળશે સાથ,

નજર એક વાર પોતાની તરફ જરૂર વાળજો...

ભાગવું કે ભાંગવું એ નિર્ણય કરતાં પહેલાં,

નિરીક્ષણ 'સ્વ' નું ચોક્કસ તપાસ જો...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ