વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નોતી ખબર

કાલ આવી આવશે નો'તી ખબર,

ધાર મારી કાઢશે નો'તી ખબર.


પગ નથી તો પણ ફરે છે લાગણી,

ઠેસ એને વાગશે નો'તી ખબર.


આભમાં ઊંચે ઉડાવીને પછી,

ભેરુઓ પર વાઢશે નો'તી ખબર.


જીહજૂરી આજ કરી ગ્યાં એ બધાં,

વાત મારી કાપશે નો'તી ખબર.


આંખમાં બેસાડશે પ્હેલાં પછી,

એ નજરથી પાડશે નો'તી ખબર.


- નિશાન એમ. પટેલ (સ્વાગત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ