વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઠાકુર

લાવ લંબાવું,મને દે હાથ ઠાકુર

હું ના છોડું કદિ,તારો સાથ ઠાકુર


મંગળા કરાવીને,તું જોને જાગ્યો

ને સુતો નથ હું,આખી રાત ઠાકુર


વસ્ત્ર-અલંકારથી,તુ સજ-ધજ થયો

ને પહેરવા આલ્યું,અહીં ખાદ ઠાકુર!


લે,ભોગ નિત-યોગ,જો તને સૌ ધરેને

મને થાળી એ દેખાય,કેમ ભાત ઠાકુર?


તારી આસ-પાસ,રહે નિત-નવી લીલા

ને અહીં ભીંતે પડે,છે પડઘાટ ઠાકુર!


જે તું છો એ હું છું,ને હું છું એ તું છો

તો આવ જોવે છે,કોની તું વાટ ઠાકુર?


નારેવીંટી-નથણી,કંઈ ભી નાજોઈએ

હું પહોંચાડી દઉં,તને તારે ઘાટ ઠાકુર


દેખી વૃંદાવન તું,દોડી ને ભાગજે

ના,હું નહિ આવું કાંઈ,તારી સાથ ઠાકુર


સખી-સખા સંગ તું,ખેલ કરી બાદ આવ

હું જોઉં છું અહિયાં,જ તારી વાટ ઠાકુર


સૂરજ ઠળતા પહેલાં,વેલેરો આવજે

પડવીના જોઈએ,હો રાત ઠાકુર


નાવ પલટી ને પાછું,પહોચવું છ સ્થાને

હે!સમજી ગયો ને,તું વાત ઠાકુર?


હું ના છોડું કદિ,તારો સાથ ઠાકુર

કેલાવ, લંબાવું મને દે હાથ ઠાકુર!

ઝલક

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ