વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોણે કીધુ કાના અમે વગડે રે વસીએ

કોણે કિધુરે કોના અમે વગડે રે વસીએ,

એક દિન કોના મારા નેહડે પધારજે.

          કોણે કિધુ કોના અમે ૦....


માખણની મટકી નીત ગોવાળિયા ગોતે

છીંકામા છીંડા પાડવા કોના મારા નેહડે પધારજે.

          કોણે કિધુ કોના અમે ૦....


મિઠાઈને માવા કોના બહુ રે આરોગ્યા,

ખાજાંને ખાંડ ખાવા મારા નેહડે પધારજે.

          કોણે કિધુ કોના અમે ૦....


ગરબાને ગીત રોજ ગોપ-ગોપાલો રમે,

રાસ રમવાને કોના મારા નેહડે પધારજે.

         કોણે કિધુ કોના અમે ૦.....


માખણને માથે મિઠી મિસરી રે દેશું,

લાલો બનીને કોના મારા નેહડે પધારજે.

         કોણે કિધુ કોના અમે ૦.....


હાથજોડી હરિવર 'રઘુ રબારી' વિનવે,

ગાયનો ગોવાળ થઈ કોના મારા નેહડે પધારજે.

         કોણે કિધુ કોના અમે ૦.....


- રઘુ રબારી કોલાપુર(રાધનપુર)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ