વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગાયો રે ચારે રે ગોવિંદ

ગોવિંદ ગાયો ચારે

(રાગ-જૂનુ રે થયું રે દેવળ જૂનુ રે થયું)


ગાયું રે ચારે રે,ગોવિંદ ગાયું રે ચારે

મારા ગોકુળના ગામડેે, ગોવિંદ ગાયું રે ચારે.


એ રે ગાયું રે વાલા, ભાંભરવાને લાગી રે

છુટી ગયા વાછરુ,દૂધની શેરુ રે  છૂટી.

          મારા ગોકુળના ગામડેે, ગોવિંદ ગાયું રે ચારે.


એ રે ગાયું રે તારી ગોવિંદ,કરવતે કપાણી રે

એકવાર આવી એની ખબરુ રે લેને.

          મારો ગોકુળના ગામડેે, ગોવિંદ ગાયું રે ચારે.


દાસ રાઘવ કહે પ્રભુ ગોવિંદના ગુણ

હરી તમે કહો તો દૂધના કટોરા રે પાઉં

          મારા ગોકુળના ગામડેે, ગોવિંદ ગાયું રે ચારે.

- રાઘવ વઢિયારી

(રઘુ શિવાભાઈ રબારી)

કોલાપુર તા:રાધનપુર જિ:પાટણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ