વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અંકે પૂરા.‌..


"ના, હું પાંચ હજારથી એક રૂપિયો ઓછો નહીં લઉં."


"બેટા, માની જા, મુહૂર્ત નીકળી જશે." બધા તેને સમજાવતા રહ્યા.


'જીજાજીના જોડાં સંતાડવાના પૂરા પાંચ હજાર લઈશ' એવું નક્કી કરીને બેઠેલી કૈરવી કેમે કરીને માનતી ન હતી.


'મેં નક્કી કર્યા છે એટલાં જ આપીશ' કરીને જીજાજી પણ અક્કડ બેઠા હતા!


હેન્ડસમ-સ્માર્ટ જીજાજીને જોઈ આજે કૈરવી અકળાતી હતી, 'અકડુ.'


આખરે  કૈરવીએ નમતું જોખવું પડ્યું. 


કવર લઈને પગ પછાડતી તે રૂમમાં જતી રહી. બહાર આવી ત્યારે રડીરડીને લાલ થયેલી આંખે જીજાજી તરફ જોતી બહેનને ભેટી પડી. 


તેનાં હાથમાંથી નીચે પડેલા કવર ઉપર લખ્યું હતું, "સાળીને વ્હાલ સાથે અંકે પૂરા અગિયાર હજારની ભેટ.'


©️ વંદના વાણી



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ