વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું જ છું.

સુખના સાથી થવા તો સૌ કોઈ આવશે  ,

દુઃખમાં હાથ પકડનાર તો હું જ છું. 


રૂપને વરો ભલે તમે અંજાઈ એની ચમકથી, 

ગુણોને વરેલ હંમેશ શ્રેષ્ઠ તો હું જ છું.


મૃગજળને માનો છોને તમે અમૃત સમ ,

વૈશાખની તરસ છીપાવનાર કૂવાનું પાણી તો હું જ છું.


લાલ જાજમ પર ચાલવા તો સૌ કોઈ સાથે થઈ આવે, 

કાંટાળી કેડી પર સાથે રહેલ તો હું જ છું.


ભરેલ ખિસ્સાથી ખેંચાઈ આવે ભલે કોઈ, 

ખાલી ખિસ્સાને ભરનાર તો હું જ છું.


નહીં જ ભૂલી શકો મને પ્રિયે, 

દેહથી પર આત્માને ચાહનાર તો હું જ છું. 


દીક્ષા પંડયા જલ્પેશ પટેલ ,ડાકોર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ