વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગરોળી

   સપના આજ સવારથી જ ઝઘડો કરી રહી હતી .એ જ કામ... કચરા-પોતા, વાસણ ,કપડાં ,રસોઈ ,બાળકો નવડાવવા, તૈયાર કરવા ,ભણાવવા .....ત્રાસી ગઈ હતી. એક દિવસની છુટ્ટી તેને નહોતી મળતી અને એટલે જ ત્રાસી જઈ વાસુ સાથે છૂટાછેડા માગ્યા હતા .વાસુનો કોઈ પણ કામમાં સહારો નહીં. એ તો રાજા સાહેબ.... ક્યાંક કશે જવાનું નહીં ..બહાર ફરવાનું ,જમવાનું પણ પોસાય નહીં અને વળી રાજવી અને રાજ નો ખર્ચો...સપના જીવતી લાશ બની ગઈ હતી ..ઉત્સાહ, ખુશી છીનવાઈ ગયા હતા ..અને ચીડીયાલી થઈ ગઈ હતી.


    આજે ડાઈનિંગ ટેબલ પર બેઠેલા વાસુ ,રાજ, રાજવીને નાસ્તો પરોસી રહી હતી ત્યાં જ ઉપરથી ગરોળી પડી...સપના ગભરાઈ..કુદી ..અને પડી ...વાસુ ના ખોળામાં ..અને ખુરશી તૂટી .અધૂરામાં વાસુ પૂરું જોર થી બરાડવા માંડ્યો.. "અરે ..બાપ રે ..કોઈ બચાવો ..આ 90મણનુ બાચકુ મારા ખોળામાં પડ્યુ... મને ફેક્ચર થયુ ...કોઈ મારી સાસુને બોલાવો ..રે.."


. રાજ અને રાજવી પપ્પા નું નાટક જોઈને હસવા માંડ્યા .સપનાને ઊભું થવું હતું પણ વાંસુએ તેને જોરથી પકડી રાખી હતી ,એ પણ નાટક જોઈને હસવા માડી.

   .બાજુવાળા રમાબેન અને રમણભાઈ દોડી આવ્યા. આવડો મોટો ધબાકો... અને હસવાનો અવાજ .?

    દરરોજ તલવાર ખેંચાતી હોય અને આજે ?

    રમણભાઈએ આવીને વાસુને બેઠો કર્યો અને બોલ્યો  ..કાશ આ ગરોળી દરરોજ પડતી હોય તો...?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ