વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સહજીવન


વિભાગ :- પદ્ય

શીર્ષક :- સહજીવન..


કંટક માર્ગનાં દૂર કરી જીવનમાં બિછાવી ફૂલો સદાય,

ભળે સાકર દૂધમાં એમ ભળે ગમે એ સહજીવનમાં.


આવે કસોટી જીવનમાં બનીને સાથી સુખદુઃખના,

ભવભવના સાથી સાથે ધૈર્યથી ઘડીએ સહજીવનમાં.


રાજી કે નારાજી શેની પરિપક્વતા છે સમજની,

વધતાં સમય સાથે એકમેકના દિલોમાં ઠરીએ સહજીવનમાં.


યાદોનો દરિયો સદા જ્યાં ખળખળે એકલતામાં,

યાદો ગૂંથી રાખી દિલોમાં મહેંક ભરીએ સહજીવનમાં.


આનંદ, ઉત્સાહ ને પ્રેમની ઉર્જા કાયમ છે જિંદગીમાં,

ઈશના આશિષે મજબૂત ભાવ રચીએ સહજીવનમાં.


સારસ બેલડીની જોડ સરખું દાંપત્યજીવન છે સ્નેહમાં,

એકમેકમાં ઓતપ્રોત શ્વાસોને દિલથી સજીએ સહજીવનમાં.


ખાટીમીઠી હસી મજાક સાથે વીતે જીવન મધુરતામાં,

થાય જો ઝઘડો કદી એકમેકને વાળીએ સહજીવનમાં.


✍  દીપ્તિ પટેલ'શ્રીકૃપા'

        વડોદરા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ